વિકી કૌશલ સાથે ‘તખ્ત’ બનાવવાની ઈચ્છા અકબંધ
કરણની રણવીર, આલિયા અને તાજેતરમાં એક ઇટરવ્યુમાં કરણ જોહરે જણાવ્યું કે તખ્ત એવી ફિલ્મ છે જે તેઓ ચોક્કસપણે પોતાના જીવનકાળમાં બનાવશે
મુંબઈ,કરણ જોહરે ૨૦૨૦માં પોતાની પિરિયડ ડ્રામા ‘તખ્ત’ની જાહેરાત કરી હતી. ફિલ્મ પર ત્યારે ઘણી ચર્ચા થઈ હતી. જોકે, ફિલ્મ ક્યારેય બની શકી નહીં. તાજેતરમાં આ ડિરેક્ટર-પ્રોડ્યુસરે ખુલાસો કર્યાે કે તે આ પ્રોજેક્ટને ફરી જીવંત કરવાનું વિચારે છે.,વિકી કૌશલ, આલિયા ભટ્ટ, રણવીર સિંહ, કરીના કપૂર ખાન અને ઘણા અન્ય લોકો કરણ જોહરના મેગ્નમ ઓપસ તખ્તમાં જોવા મળવાના હતા.
ફિલ્મ ૨૦૨૧ના અંત સુધી સિનેમાઘરોમાં રિલીઝ થવાની અપેક્ષા હતી. પરંતુ પેન્ડેમિક અને અન્ય કારણોસર, ફિલ્મ ક્યારેય બની નહીં.ત્યારે તાજેતરમાં એક ઇટરવ્યુમાં કરણ જોહરે જણાવ્યું કે તખ્ત એવી ફિલ્મ છે જે તેઓ ચોક્કસપણે પોતાના જીવનકાળમાં બનાવશે. “હું તેને સૌથી મજબૂત સ્ક્રીનપ્લેમાંની એક માનું છું, જે સુમિત રોય દ્વારા લખવામાં આવી છે, જેનો પૂરેપુરો શ્રેય તેમને જાય છે. હું માનું છું કે આ મારી કારકિર્દીનું સૌથી શ્રેષ્ઠ લખાણ છે અને હું આશા રાખું છું કે એક દિવસ આ ફિલ્મ બનાવી શકું.
જ્યારે કલ્ટ ક્લાસિક ‘કભી ખુશી કભી ગમ’ના પાર્ટ ૨ અંગે અટકળો ચાલી રહી છે, તેને અફવા ગણાવતા કરણે કહ્યું,“હું ક્યારેય K3G ૨ નહીં બનાવું; કારણ કે K3G અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ હતી, એટલે નહીં, બિલ્કુલ નહીં. દરેક ફિલ્મમાં ખામીઓ હોય છે, પરંતુ K3Gમાં ભરપૂર યાદો અને સંભારણા જોડાયેલાં છે. હું ક્યારેય આ ફિલ્મને મળેલા પ્રેમ સાથે ચેડાં નહીં કરું, કારણ કે તમે જ્યારે K3G ૨ જેવી ફિલ્મ બનાવો છો ત્યારે તમે પોતાને મુશ્કેલીમાં મૂકો છો. તેથી હા, સચ્ચાઈ એ છે કે કોઈ K3G ૨ બનવાની નથી.”SS1
