Western Times News

Gujarati News

કોબા જૈન તીર્થ એટલે મૂલ્યોનું જતન, સંસ્કારોનું સંવર્ધન અને જ્ઞાનના પોષણનો ‘ત્રિવેણી’ સંગમ: PM

·        સમ્રાટ સંપ્રતિ મહારાજા ભારતના દર્શન અને અભ્યાસને જોડતા સેતુરૂપ હતા

·        ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રાચીન હસ્તપ્રતોના ડિજિટાઈઝેશન માટે જ્ઞાન ભારતમ મિશન‘ શરૂ કરાયું

·        મહાવીર સ્વામીના જન્મદિવસે કોબા ખાતેનો કાર્યક્રમ જડોથી જોડાવાનોજ્યારે સાણંદ ખાતેનો બીજો કાર્યક્રમ સેમિકંડક્ટર ચિપ થકી જગત સાથે જોડાવાનો

·        વર્તમાન સમયમાં મહાવીર સ્વામીના વિચારો જ વિશ્વને શાંતિનો રાહ દર્શાવી શકે એમ છે: મુખ્યમંત્રી

ગાંધીનગરના શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નો ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયો

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે આજે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રકોબાગાંધીનગર ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણકના શુભ અવસરે ભારતીય વિરાસતના ગૌરવ અને જૈન સંસ્કૃતિને સમર્પિત વિશ્વસ્તરીય ભવ્ય ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રાષ્ટ્ર સંત જૈનાચાર્ય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજીરાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીમુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલનાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કેવર્ષોથી કોબા જૈન તીર્થના સાનિધ્યમાં અભ્યાસસાધના અને આત્મ-શિસ્તની પરંપરાઓ વિકસી રહી છે. અહી મૂલ્યોનું જતનસંસ્કારોનું સંવર્ધન અને જ્ઞાનના પોષણનો ત્રિવેણી‘ સંગમ રચાય છેજે ભારતીય સભ્યતાનો પાયો છે. આ ત્રિવેણીને અવિરત વહેતી રાખવી એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. વડાપ્રધાનશ્રીએ ભારપૂર્વક કહ્યું હતું કેભારતનો સમૃદ્ધ વારસો હવે જૈન હેરીટેજ મ્યુઝિયમ દ્વારા આવનારી સદીઓ માટે સાચવવામાં આવી રહ્યો છેજે નવી પેઢીને સતત પ્રેરણા આપતો રહેશે. આ મ્યુઝિયમ જૈન દર્શનભારતીય સંસ્કૃતિ અને આપણા પ્રાચીન વારસાનું પવિત્ર કેન્દ્ર છે.

આ સંગ્રહાલયના સર્જનમાં સહયોગ આપનાર તમામ જૈન મુનિઓ અને સમર્પિત નાગરિકોને વડાપ્રધાનશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સમ્રાટ સંપ્રતિના ઐતિહાસિક મહત્વ વિશે કહ્યું હતું કેઘણી સંસ્કૃતિઓએ મહાન ચિંતકો અને દાર્શનિકો આપ્યા છે. જ્યારે સવાલ સત્તા અને સત્યનો હોય છેત્યારે અનેક શાસકોએ સત્તા લાલસા માટે આદર્શો અને મૂલ્યોને બાજુમાં મૂકી દીધા હતાજેથી વિચાર અને વ્યવહાર વચ્ચે ખાઈ વધી ગઈ. તેમણે કહ્યું કેસમ્રાટ સંપ્રતિ માત્ર ઐતિહાસિક રાજા ન હતા પરંતુ ભારતના દર્શન અને અભ્યાસને જોડતો સેતુ હતા.

વડાપ્રધાનશ્રીએ સંગ્રહાલયની ભવ્યતા વિશે જણાવ્યું હતું કેઅહી આવેલી સાત ગેલેરીઓ રાષ્ટ્રની વિવિધતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિ દર્શાવે છે. જેમાં નવપદ એટલે કે અરિહંતસિદ્ધઆચાર્યઉપાધ્યાયસાધુદર્શનજ્ઞાનચરિત્ર અને તપની સાથે તીર્થંકરોની વાર્તાઓ અને ઉપદેશોને કલાત્મક રીતે જીવંત કરે છે. તેમણે કહ્યું કેજ્યારે જ્ઞાન સમ્યક‘ હોય છેત્યારે તે સમભાવ અને સેવાનો પાયો બને છે.

આ મ્યુઝિયમ જૈન વારસાની સાથે ભારતની અન્ય ધાર્મિક પરંપરાઓ – વૈદિકબૌદ્ધ અને અન્યનું પણ ગૌરવપૂર્વક પ્રતિનિધિત્વ કરે છે. વેદપુરાણઆયુર્વેદયોગ અને દર્શનની સુમેળપૂર્વકની પ્રસ્તુતિ તમામ પરંપરાઓના મેઘધનુષને એકસાથે રજૂ કરે છે. આ માત્ર ભારતમાં જ થઈ શકે છે.

પ્રવર્તમાન વૈશ્વિક અસ્થિરતા અને અશાંતિનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કેઆ સંગ્રહાલયમાં સ્થાપિત વારસો અને સંદેશ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર માનવતા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. વિશ્વભરમાંથી મહત્તમ જિજ્ઞાસુ મુલાકાતીઓવિદ્યાર્થીઓ અને રિસર્ચર આ સંગ્રહાલયની મુલાકાતે આવે અને તેઓ ભારત અને જૈન ધર્મના શાંતિના ઉપદેશોને વિશ્વના ખૂણે-ખૂણે લઈ જાય તેવો વડાપ્રધાનશ્રીએ અનુરોધ કર્યો હતો.

વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કેદેશની પ્રાચીન વિદ્યાપીઠો જેવી કે તક્ષશિલા અને નાલંદા લાખો હસ્તપ્રતોથી ભરેલી હતીજેને ધાર્મિક સંકુચિતતાથી પ્રેરાઈને વિદેશી આક્રમણકારો દ્વારા નાશ કરવામાં આવી હતી. તે મુશ્કેલ સમયમાં સામાન્ય લોકોએ પેઢી દર પેઢી બાકીની હસ્તપ્રતો સાચવી રાખી હતી. આવી હસ્તપ્રતોને આચાર્ય ભગવંત શ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબે ૬૦ વર્ષ પદવિહાર કરીને દેશના ખૂણે-ખૂણે હસ્તપ્રતોની શોધમાં વિતાવ્યા હતા. તાડપત્રો અને ભોજપત્રો પર લખાયેલી ત્રણ લાખથી વધુ હસ્તપ્રતોજેમાંથી કેટલીક સેંકડો વર્ષ જૂની છેજે આ મ્યુઝિયમમાં સુરક્ષિત રીતે સંકલિત છેજે ભારતના ભૂતકાળવર્તમાન અને ભવિષ્ય માટે પ્રેરક સ્મારક સમાન છેતેમ તેમણે ઉમેર્યું હતું.

હસ્તપ્રતોના જતન માટે સરકારની પ્રતિબદ્ધતા અંગે વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કેઅગાઉની સરકારોની સાપેક્ષમાં વર્તમાન સરકાર દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રાચીન હસ્તપ્રતોનું ડિજિટાઈઝેશનવૈજ્ઞાનિક ઢબે સંરક્ષણસ્કેનિંગકેમિકલ ટ્રીટમેન્ટ અને ડિજિટલ આર્કાઈવિંગ માટે જ્ઞાન ભારતમ મિશન‘ શરૂ કરવામાં આવ્યું છે. તેમણે મન કી બાત‘ માં આ અંગેનો ઉલ્લેખ કર્યોજેના પરિણામે નાગરિકો તેમની પાસે સચવાયેલી હસ્તપ્રતો અપલોડ કરવા સક્ષમ બન્યા. આ અભિયાન દેશના દરેક ખૂણે વિખરાયેલી હસ્તપ્રતો એકત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશેએમ વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કેઆજે દેશના સાંસ્કૃતિક વારસાને જાળવવાસમજવા અને પ્રદર્શિત કરવાના પ્રયાસો પ્રાચીન મંદિરોના જીર્ણોદ્ધાર અને તીર્થસ્થાનોના વિકાસથી લઈને આયુર્વેદ અને યોગના પ્રચાર સુધી દરેક સ્તરે ચાલી રહ્યા છે. લોથલ ખાતેના વિશ્વના સૌથી મોટા ભવ્ય મેરીટાઇમ મ્યુઝિયમવડનગર ખાતેના મ્યુઝિયમ અને દિલ્હીમાં આગામી યુગે યુગીન ભારત મ્યુઝિયમ‘ સહિતના મહત્વના પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કેપ્રથમ વખત ભારતની સ્વતંત્રતા સંગ્રામના સાચા ઇતિહાસને રાજકીય પૂર્વગ્રહથી મુક્ત રીતે બહાર લાવવા માટે અર્થપૂર્ણ અને વ્યાપક કાર્ય કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કેઅમે વારસાને રાજકીય લેન્સથી જોવાની માનસિકતાનો અંત લાવ્યો છે અને સબકા સાથસબકા વિકાસ‘ ના મંત્ર સાથે આગળ વધી રહ્યા છીએજે વિકસિત ભારતના વિઝનનો આત્મા છે.

વડાપ્રધાને ભારતના વારસાને સાચવવા માટે સંતોના અથાક પ્રયાસોની પ્રશંસા કરી હતી અને દિલ્હીમાં ઐતિહાસિક નવકાર મહામંત્ર દિવસ‘ કાર્યક્રમને યાદ કર્યો હતોજ્યાં જૈન સંપ્રદાયો એકઠા થયા હતા. તેમણે તે પ્રસંગે આપેલા ૧૦ સંકલ્પોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કેપાણી બચાવવુંએક પેડ મા કે નામસ્વચ્છતા અભિયાનવોકલ ફોર લોકલદેશ દર્શનપ્રાકૃતિક ખેતીસ્વસ્થ જીવનશૈલીયોગ અને રમતગમતગરીબોને મદદ કરવી અને ૧૦મો સંકલ્પ જે સમુદાય દ્વારા જ ઉમેરવામાં આવ્યો છે તે ભારતના વારસાનું જતન કરવું.

વડાપ્રધાનશ્રીએ પોતાની આગવી શૈલીમાં કહ્યું હતું કેઆજે ભગવાન મહાવીર સ્વામીના જન્મદિવસે કોબા ખાતેનો કાર્યક્રમ જડોથી જોડાવાનો છેજ્યારે સાણંદ ખાતેનો બીજો કાર્યક્રમ જગત સાથે જોડાવાનો છે. સાણંદમાં જઈને વિશ્વમાં આધુનિકમાં આધુનિક ટેકનોલોજી થકી સેમિકંડક્ટર ચિપ નિર્માણ ગુજરાતની ધરતી પરથી થઈ રહ્યું છેજે આપણા માટે ગૌરવ સમાન છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમના લોકાર્પણ પ્રસંગે ભગવાન મહાવીર સ્વામીના જન્મદિન નિમિત્તે તેમના ચરણોમાં કોટિ કોટિ વંદન કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે આપણી સંસ્કૃતિધર્મ અને વિરાસતના ગૌરવની પરંપરા પ્રસ્થાપિત કરી છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આ વર્ષ ભારતના ગૌરવ અને સ્વાભિમાનના પુનઃજાગરણનું વર્ષ છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કેસોમનાથ સ્વાભિમાન પર્વના ઐતિહાસિક ઉત્સવથી એક હજાર વર્ષની અટલ આસ્થા અને પુનરુત્થાનની યાત્રાને યાદ કરીને ભારતીય સંસ્કૃતિનું ગૌરવ ફરી વખત વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી વિશ્વભરમાં ઝળક્યું છે. તેમના નેતૃત્વમાં ધર્મઆસ્થા અને સનાતન સંસ્કૃતિનું રક્ષણ તથા વિરાસતોનું ગૌરવ થઈ રહ્યું છેતેનો વધુ એક પુરાવો આ ભારત વિરાસત મહોત્સવ છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં કેન્દ્ર સરકારે ‘જ્ઞાન ભારતમ મિશન’ લોન્ચ કરીને લાખો પ્રાચીન પાંડુલિપિઓનું ડિજિટાઈઝેશન અને સંરક્ષણનું મહાન કાર્ય કર્યું છે. પ્રાકૃત અને પાલીમાં સંગ્રહાયેલું જૈન સાહિત્ય ગહન વિચારોનો ખજાનો ધરાવે છે. વડાપ્રધાનશ્રીએ પાલી અને પ્રાકૃત ભાષાઓને ક્લાસિકલ લેંગ્વેજનો દરજ્જો આપીને જૈન સાહિત્યના અમૂલ્ય ગ્રંથોનું સંરક્ષણ કર્યું છે. એટલું જ નહિતેમની પ્રેરણાથી સંસદના પ્રવેશદ્વાર પર સમેતશિખરનું ચિત્રણ હોય કે વિદેશની ધરતી પરથી પ્રાચીન તીર્થંકરોની મૂર્તિઓ દેશમાં પરત લાવવાની વાત હોયઆવી અનેક સફળતાઓથી તેમણે જૈન દર્શન ઉજાગર કર્યું છે. જૈન ધર્મ કેવળ ઐતિહાસિક જ નથીપણ ખૂબ ગહન અને દરેક કાળમાં પ્રસ્તુત પણ છે. વર્તમાન સમયમાં મહાવીર સ્વામીના વિચારો જ વિશ્વને શાંતિનો રાહ દર્શાવી શકે એમ છેતેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

વધુમાંમુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કેઆજે વડાપ્રધાનશ્રીએ જે લોકાર્પણ કર્યું છે તે “સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ” જૈન ધર્મભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાની જીવંત ઝાંખી દર્શાવતું એક દર્શનીય સ્થાન બનશે. કોબા જૈન તીર્થક્ષેત્રના વિશાળ વિસ્તારમાં નિર્માણ થયેલા આ મ્યુઝિયમમાં લગભગ બે હજારથી વધુ દુર્લભ પ્રાચીન અવશેષોહસ્તપ્રતો અને કલાત્મક નમૂનાઓ રજૂ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ આ મ્યુઝિયમને આધુનિક સ્થાપત્ય સાથે આપણી વિરાસતને ધબકતી રાખતું મહત્વપૂર્ણ કેન્દ્ર ગણાવ્યુ અને ઉમેર્યું હતું કે, આ માત્ર સંગ્રહાલય નથીપરંતુ જૈન ધર્મના તત્વજ્ઞાન અને આધ્યાત્મિકતા વચ્ચેનો મજબૂત સેતુ છેજે ઇતિહાસ અને આધ્યાત્મિક અનુભૂતિને જોડે છે. અહીં સાત ગેલેરીઓમાં જૈન ધર્મના વિકાસને કાળક્રમ અનુસાર રજૂ કરવામાં આવ્યો છે. આ સ્થળ વર્તમાન અને આવનારી પેઢીઓ માટે જૈન ધર્મના મૂલ્યો અને સંસ્કૃતિને ચિરંજીવ રાખવાની પ્રેરણા આપનારૂં કેન્દ્ર બનશે એવો મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

જૈન પ્રાર્થનાના કેન્દ્રમાં રહેલો નવકાર મંત્ર એ પવિત્ર ઉચ્ચારોનો સંચય છેઊર્જાસ્થિરતા અને પ્રકાશનો લયબદ્ધ પ્રવાહ છેતેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કેગત વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક નિમિત્તે દેશભરમાં નવકાર મહામંત્રનું આયોજન થયું હતું. વડાપ્રધાનશ્રીએ આ નવકાર મહામંત્રના દિવસે રાષ્ટ્ર વિકાસ માટે નાગરિક હિતના નવ સંકલ્પો આપ્યા હતા. આ નવ સંકલ્પો જૈન ધર્મના સિદ્ધાંતો અને સુમેળભર્યા ભવિષ્યની દ્રષ્ટિએ આજે પણ ખૂબ જ સુસંગત છે. આપણે સૌ આ નવ સંકલ્પોને આપણા રોજીંદા જીવનનો ભાગ બનાવીએ. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વિકસિત ભારત ૨૦૪૭ના નિર્માણ માટે વિરાસતોના ગૌરવ અને સન્માન સાથેનું વિકસિત ગુજરાત બનાવવાની નેમ મુખ્યમંત્રીશ્રી વ્યક્ત કરી હતી.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ અવસરે જણાવ્યું હતું કે, ભગવાન મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણક વિશ્વભરના જૈનો માટે સૌથી મોટો ઉત્સવ છે. આ પાવન અવસરે તીર્થધામમાં વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે ભવ્ય સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ એ વિશેષ આનંદ પ્રદાન કરે છે. આ ભારતની સાંસ્કૃતિક ચેતનાને ઉજાગર કરતી એક મહાન ઘટના છે. આ મ્યુઝિયમમાં સુંદર કલાકૃતિઓજૈન તીર્થંકરોની મનોહર પ્રતિમાઓવેદપુરાણઆયુર્વેદ અને હજારો વર્ષોની હસ્તપ્રતો આપણી આધ્યાત્મિક ચેતનાનો સંગમ છે.

 શ્રી સંઘવીએ કહ્યું હતું કેશ્રી પદ્મસાગર સુરીશ્વરજી મહારાજે દાયકાઓ સુધી પદવિહાર કરીને આ વારસાનું નિર્માણ કર્યું છે. વાસ્તવમાં આ આપણી સંસ્કૃતિની રક્ષાનો મહાયજ્ઞ છે. જૈન સમાજની સંસ્કૃતિ અને સંસ્કાર આ મ્યુઝિયમમાં ભવ્ય રીતે નિર્મિત છે.

તેમણે કહ્યું કેવડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ કર્યું છે કેયુવાનોના હાથમાં ટેકનોલોજી હોય અને મુખ તેમજ મનમાં નવકાર મંત્રના સંસ્કાર પણ હોય. આ મ્યુઝિયમ આપણને એ જ માર્ગ બતાવશે. સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમની આધ્યાત્મિક ચેતના વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અયોધ્યા અને સોમનાથની જેમ વિશ્વમાં ભારતની વિરાસતનું ગૌરવ વધારી રહી છે.

શ્રી સંઘવીએ વિશેષ ભારપૂર્વક ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કેજૈન સમાજ માટે  પર્વતાધિરાજ શેત્રુંજય પર્વત જેવી આધ્યાત્મિક ભૂમિ પરજ્યાં ગુરુ ભગવંતો વર્ષોથી વિહાર કરે છેત્યાં સુવિધાઓ વધુ મજબૂત બને તેવો સરકારે હંમેશા પ્રયાસ રહ્યો છે. તેમણે કહ્યું કેવડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાત્યારે જ તેમણે તીર્થધામો પર તીર્થ વન‘ બનાવવાની શરૂઆત કરી હતી. આજે પાલિતાણા અને ગિરિરાજ પર્વતની પવિત્રતા જળવાય તે માટે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાત સરકાર હંમેશા કટિબદ્ધ છે. આ મ્યુઝિયમ સંસ્કાર અને શિક્ષણનું કેન્દ્ર બનશે એમ જણાવી આ પ્રયાસ બદલ શ્રી સંઘવીએ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

આ અવસરે આચાર્ય પદ્મસાગર સૂરિશ્વરજીએ કહ્યુ કેવડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત પોતાના ભવ્ય ભૂતકાળના ગૌરવને વર્તમાન બનાવી રહ્યો છે. દેશનું સૌભાગ્ય છે કે નરેન્‍દ્ર મોદી જેવા ચારિત્ર્યવાનનિષ્ઠાવાનલક્ષ્યને સાથે રાખીને ચાલનાર વડાપ્રધાન મળ્યા છે. વડાપ્રધાનશ્રીએ રાષ્ટ્રના ઉત્કર્ષ માટે શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે તેમ જણાવી ઉમેર્યુ હતું કેવડાપ્રધાનશ્રીમાં સાધુ અને ગૃહસ્થીના ગુણોનો સમન્વય જોવા મળે છે. ભારતની રાજગાદી દિલ્હીમાં અનેક શાસકો આવ્યા અને ગયા પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ શાસન ધુરા સંભાળવાની સાથે સાથે નગરિકોના દિલ પર પણ રાજ કર્યું છે. ભયંકર યુદ્ધ હોય કે કોરોના જેવી કપરી મહામારી હોય,  વડાપ્રધાનશ્રીના સચોટ માર્ગદર્શનથી દેશનો નાગરિક અને વિરાસત આજે સુરક્ષિત રહ્યા છે.

શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રના અધ્યક્ષ અને ટોરેન્ટ ગ્રુપના ચેરમેન શ્રી સુધીર મહેતાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કેભગવાન શ્રી મહાવીરે વિશ્વને જીવો અને જીવવા દોનો સંદેશો આપ્યો છેત્યારે આ ભવ્ય મ્યુઝિયમના લોકાર્પણનો સ્વર્ણિમ ઈતિહાસ લખાયો છે. વડાપ્રધાનશ્રીના પ્રયત્નોથી છેલ્લા ૧૦-૧૨ વર્ષમાં દુર્લભ એવી ૪૦૦ થી વધુ પ્રાચીન મૂર્તિઓ વિદેશથી ભારતની ધરા પર પરત લાવીને ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનું ભગીરથ કાર્ય થયું છે. વિશ્વનું સૌથી મોટું એવું આ મ્યુઝિયમ એ માત્ર પ્રદર્શન નથી પણ સાંસ્કૃતિક દસ્તાવેજોનો ખજાનો છે જેમાં અંદાજે ૩ લાખથી વધુ હસ્તપ્રતો સુરક્ષિત કરવામાં આવી છે જે આપણા સૌ માટે ગૌરવ સમાન છે.

આ પ્રસંગે જૈન સાધુ-સાધ્વીજીઓશ્રાવક-શ્રાવિકાઓસમાજ શ્રેષ્ઠીઓધારાસભ્યશ્રીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.