20ના મોત બાદ ફરી અવર જવર માટે “ગંભીરા” બ્રીજ તૈયાર
બ્રિજનું સમારકામ પૂર્ણ થતાં બ્રિજ આજથી શરૂ થઈ જશે, બાઇક અને પગપાળા માટે આ બ્રિજનો ઉપયોગ થશે
વડોદરા, બરાબર ૧૦ મહિના પહેલા એટલે કે ૯ જુલાઈ ૨૦૨૫ના રોજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મહી નદી પરનો ૪૦ વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો. આ મોટી દુર્ઘટનામાં ૨૦ લોકોના મોત થયા હતા.
જે બાદ બ્રિજને બંધ કરીને સમારકામ શરૂ કરી દેવાયું હતું. જોકે હાલ આ બ્રિજનું સમારકામ પૂર્ણ થતા વાહનચાલકો અને રાહદારીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે કે, આવતીકાલથી એટલે કે ૨ એપ્રિલથી આ બ્રિજ પર ફરી એકવાર વાહન વ્યવહાર ખુલ્લો મુકાશે.
સુરતની એજન્સીએ 1.18 કરોડના ખર્ચે ગંભીરા બ્રીજનું સમારકામ કર્યુ હતુ
દુર્ઘટનાના ૧૦ મહિના બાદ હાલ તો ગંભીરા બ્રિજનું સમારકામ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું છે. બ્રિજના તૂટેલા ભાગ પર આશરે ૮૦ ટનનું સ્ટીલનું માળખું ગોઠવીને મજબૂતી આપવામાં આવી છે. જેથી બ્રિજની મજબૂતાઈ અને સુરક્ષા નિશ્ચિત કરવા માટે ઓવરલોડ ટેસ્ટિંગ હાથ ધરાયું હતું. ટેસ્ટિંગ માટે ઓવરલોડ ટ્રેક્ટરને બ્રિજ પરથી પસાર કરીને તેની ક્ષમતા ચકાસવામાં આવી હતી.
હવે સમારકામ પૂર્ણ થતાં આવતીકાલે ૨ એપ્રિલથી બ્રિજ ફરી શરૂ કરવામાં આવશે. શરૂઆતમાં બાઈક, પગપાળા તેમજ લાઈટ વ્હીકલ માટે બ્રિજ ખુલ્લો મુકવામાં આવશે. જેના કારણે હજારો લોકોને મોટી રાહત મળશે. બ્રિજ શરૂ થતાં જ આણંદ–વડોદરા વચ્ચેનો ટ્રાફિક હળવો બનશે અને દૈનિક મુસાફરોને મોટી રાહત મળશે. હાલ જે લોકો રોજિંદા ૨૦થી ૪૦ કિલોમીટર વધારાનું અંતર કાપતા હતા, તેઓને હવે સમયસર પહોંચવામાં સહુલિયત મળશે.
ગંભીરા બ્રિજ તૂટવા મુદ્દે હાઈકોર્ટ સરકારની કામગીરી સામે લાલઘૂમ
નોંધનીય છે કે, દુર્ઘટનાગ્રસ્ત બ્રિજને સમારકામ કરી આવતીકાલથી તેના પર વાહનવ્યવહાર શરૂ થવા જઈ રહ્યો છે. આ ઉપરાંત અંદાજિત ૨૧૨ કરોડના ખર્ચે ગંભીરા બ્રિજ જેવો જ નવો આધુનિક બ્રિજ બનાવવાની કામગીરી પણ હાલ શરૂ છે. જે સંપૂર્ણ બની ગયા બાદ તેના પર ફોર-Âવ્હલર, ટ્રક અને ટેમ્પો જેવા ભારે વાહનો પણ અવરજવર થઈ શકશે, ત્યારે હાલ તો ટુ-Âવ્હલર અને રાહદારીઓ માટે આ બ્રિજ ખુલ્લો મુકાતા સ્થાનિકોએ રાહતના શ્વાસ લીધા છે.
આખરે બહાર ખેંચી લેવામાં આવ્યું ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર
એજન્સી સામે કાર્યવાહી (સુરતની ધ્રુવિન પી. પટેલ)
-
ગુણવત્તા પર સવાલ: આ એજન્સીને જૂન-જુલાઈ ૨૦૨૪માં ₹૧.૧૮ કરોડના ખર્ચે બ્રિજના રિપેરિંગ અને રિસરફેસિંગનું કામ સોંપવામાં આવ્યું હતું. કામ પૂર્ણ થયાના એક વર્ષમાં જ બ્રિજ તૂટી પડતા એજન્સીની કામગીરીની તપાસ સોંપાઈ છે.
-
બ્લેકલિસ્ટની પ્રક્રિયા: દુર્ઘટનામાં ટેકનિકલ ક્ષતિ અને નબળા કામના પુરાવા મળતા, સરકાર દ્વારા આ એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની અને ભવિષ્યના ટેન્ડરોમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
