Western Times News

Gujarati News

કોંગ્રેસમાં વિદ્રોહ: ગુલાબસિંહ રાજપૂત નહીં ચાલે, વાવ-થરાદમાં અલગ જિલ્લા પ્રમુખ મુકવા માંગ

ગેનીબેન ઠાકોર હઠે ચડ્યાં, અલાયદા બંને જિલ્લા માટે પ્રમુખ માટેની કાર્યકરોની માંગ ફગાવી

બે જિલ્લા થયા પછી ભાજપે વાવ-થરાદ જિલ્લા માટે નરેશ ઠાકોરને નિયુકત કર્યા છે જયારે બનાસકાંઠા માટે રાજપૂત નેતા કીર્તિસિંહ વાઘેલા છે.

ગાંધીનગર, સ્થાનિક સ્વરાજયની ચૂંટણી આવી રહી છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા સંગઠનમાં નિમણૂંકની પ્રક્રિયા પુરી કરી દેવામાં આવી છે, પરંતુ અમુક જગ્યાએ હજુ પણ સ્થાનિક આગેવાનોમાં અસંતોષ છે.

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદ જિલ્લો અલગ કરવામાં આવ્યો અને એક નવા જિલ્લાની સ્થાપના થઈ. તે પછી કોંગ્રેસના કાર્યકરોમાં વાવ-થરાદ માટે અલગ પ્રમુખ માટે વિદ્રોહ ઉભો થયો છે. જોકે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર આ બંને જિલ્લાના પ્રમુખ તરીકે ગુલાબસિંહ રાજપૂતને યથાવત રાખવા ઈચ્છે છે.

સરકારે બે જિલ્લા અલગ કર્યા પછી ભાજપે વાવ-થરાદ જિલ્લા માટે નરેશ ઠાકોરને નિયુકત કર્યા છે જયારે બનાસકાંઠા માટે રાજપૂત નેતા કીર્તિસિંહ વાઘેલા છે. હાલ કોંગ્રેસમાં ગુલાબસિંહ ક્ષત્રિય ચહેરા તરીકે બનાસકાંઠામાં અધ્યક્ષ છે તેથી કોંગ્રેસમાં વાવ-થરાદ માટે ઠાકોર નેતાની માગ ઉભી થઈ છે.

ગેનીબેન ઠાકોર પહેલેથી જ ગુલાબસિંહ રાજપૂતને સતત પોતાની સાથે રાખે છે અને તેમને પ્રમોટ કર્યા કરે છે. તેને લઈને તેમના પોતાના જ વિસ્તાર વાવમાં કોંગ્રેસી અને ખાસ તો ઠાકોર સમાજના કાર્યકરોમાં નારાજગી પ્રવર્તી રહી છે. પરંતુ ગેનીબેને પોતાની જીદ પકડી રાખતા તેના વિપરિત પરિણામો આગામી પંચાયતોની ચૂંટણીમાં પડી શકે છે.
બનાસકાંઠામાં પૂર્ણ કરાયેલી સંગઠન પ્રક્રિયા સામે છેલ્લાં કેટલાક સમયથી ચાલતો અસંતોષ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યો છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સમક્ષ બનાસકાંઠા મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં કાર્યકરોએ જણાવ્યું કે, અમને બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ સામે કોઈ ફરિયાદ નથી કે તેમનો વિરોધ નથી પરંતુ વાવ-થરાદ જિલ્લામાં સ્થાનિક નેતાને તક આપીને પ્રમુખ પદે કોઈ ઠાકોર નેતાને નિયુકત કરવા જોઈએ. અલબત્ત ગેનીબેન ઠાકોરને આ નિયુકિત બાદ પોતાનું અÂસ્તત્વ જોખમમાં લાગતું હોય તેમ બને.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.