Western Times News

Gujarati News

લશ્કર-એ-તૈયબાના ટેરર મોડ્યુલનો પર્દાફાશ, શંકાસ્પદોની ધરપકડ

શ્રીનગર, જમ્મુ-કાશ્મીર પોલીસે સીમાપારથી ચાલતા આતંકવાદ વિરુદ્ધ એક મોટી સફળતા હાંસલ કરતા લશ્કર-એ-તૈયબાના વિશાળ આંતરરાજ્ય નેટવર્કનો ખુલાસો કર્યાે છે.

પોલીસે લશ્કર-એ-તૈયબાના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કરીને હરિયાણા અને રાજસ્થાનમાંથી અનેક શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી છે. આ શંકાસ્પદો આતંકવાદીઓને નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડી અને પાસપોર્ટ બનાવવામાં મદદ કરી રહ્યા હતા. આ આતંકીઓના તાર લાલ કિલ્લા બોંબ વિસ્ફોટ સાથે જોડાયેલા હોવાનું પણ કહેવાય છે.

આ સમગ્ર ઓપરેશનની શરૂઆત શ્રીનગર પોલીસ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ મામલાની ગંભીરતાને જોતા કેન્દ્રીય એજન્સીઓ અને અન્ય રાજ્યોની પોલીસને પણ તેમાં સામેલ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આતંકીઓ નકલી ઓળખના આધારે દેશભરમાં પોતાનું નેટવર્ક ફેલાવી રહ્યા હતા અને વિદેશ ભાગી જવામાં પણ સફળ રહ્યા હતા.

પોલીસે આ મામલે પાંચ લોકોની ધરપકડ કરી છે, જેમાં એક પાકિસ્તાની આતંકી અબ્દુલ્લા ઉર્ફે અબુ હુરૈરા અને તેનો સાથી ઉસ્માન ઉર્ફે ખુબૈબ સામેલ છે. આ બંને આતંકીઓ છેલ્લા ૧૬ વર્ષથી સક્રિય હતા અને કાશ્મીર ખીણમાં અનેક આતંકવાદી ગતિવિધિઓનું સંચાલન કરી ચુક્યા છે. ઉમર ઉર્ફે ‘ખરગોશ’ નામનો એક આતંકી નકલી પાસપોર્ટના આધારે ભારતમાંથી ભાગીને પહેલા ઇન્ડોનેશિયા અને ત્યારબાદ એક ખાડી દેશમાં પહોંચી ગયો હતો.

આ નેટવર્કની જાળ રાજસ્થાન, હરિયાણા અને પંજાબ સુધી ફેલાયેલી હતા.સુરક્ષા એજન્સીઓએ શ્રીનગર અને આસપાસના વિસ્તારોમાં અનેક સ્થળોએ દરોડા પાડીને મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.