Western Times News

Gujarati News

પોશીના પોલીસે ૨.૬૬ લાખનો ૫ કિલો ગાંજો ઝડપ્યો

હિંમતનગર, પોશીના પોલીસે બાતમી આધારે ત્રણ જણાને ૨.૬૬ લાખની કિંમતના પાંચ કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે બાઇક, ગાંજો અને મોબાઇલ મળી કુલ ૩.૦૨ લાખનો મુદ્દામાલ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, પોશીના પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.એન. સાધુ સ્ટાફના માણસો સાથે પોશીના પોલીસ સ્ટેશન આગળ વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન બાઇક ઉપર બે ઇસમો પોશીના બજાર તરફથી આવી રહ્યા હતા. જે શંકાસ્પદ લાગતાં તેમને રોકાવી તપાસ કરતાં તેમની પાસે રહેલા બે થેલાઓમાં શકમંદ વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો હતો. પોલીસે રૂ.૨,૬૬,૪૦૦ની કિંમતનો ૫.૩૨૮ કિ.ગ્રા. સુકો ગાંજો જપ્ત કરી બાઇક પર રહેલા બંનેને ઝડપી લીધા હતા.

પોલીસે ગાંજો, બાઇક અને મોબાઇલ મળી કુલ રૂ. ૩,૦૨,૪૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યાે હતો. પોલીસે ગાંજા સાથે ઝડપાયેલા હર્સિત રમેશભાઈ જાદવ (રહે. મગોડી, તા.જિ.ગાંધીનગર), મશરૂ રામાભાઇ ગમાર (રહે. અજાવાસ, તા. પોશીના)ને ઝડપી લીધા હતા. પોલીસની પુછપરછમાં ગાંજો વાલાભાઈ બાબુભાઈ ગમાર (રહે. અજાવાસ, તા. પોશીના)એ આપ્યો હોવાનું જણાવતાં પોલીસે વાલાભાઈને પણ તેના ઘરેથી પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરેલ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.