ચેન્નાઈ-દિલ્હી ઋતુરાજ ગાયકવાડ અને નીતિશ રાણાને દંડ ફટકારાયો
ચેન્નઈ, શનિવારે રમાયેલી ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ બાદ નીતિશ રાણા અને ઋતુરાજ ગાયકવાડને બે અલગ અલગ કારણોસર દંડ ફટકારવામાં આવ્યો હતો.
રાણાને અમ્પાયર સાથે દલીલ કરવા અને અયોગ્ય ભાષાનો ઉપયોગ કરવા બદલ સજા કરવામાં આવી હતી, જ્યારે ગાયકવાડને ધીમા ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો હતો. મેચ દરમિયાન સૌથી મોટો વિવાદ દિલ્હીની ઇનિંગની ૧૯મી ઓવરમાં થયો હતો, જ્યારે બેટ્સમેન ટ્રિસ્ટન સ્ટબ્સે પરસેવાને કારણે પોતાના ગ્લોવ્ઝ બદલવાની પરવાનગી માંગી હતી. ચેન્નાઈની ગરમીમાં આ એક સામાન્ય માંગ હતી, પરંતુ ચોથા અમ્પાયરે તેને ફગાવી દીધી હતી.
પરિસ્થિતિ વધુ વણસી ગઈ, અને સ્ટબ્સને આઉટ કરતાની સાથે જ, નીતિશ રાણાએ અમ્પાયર સાથે દલીલ કરી હતી. આઈપીએલએ આ વર્તનને આચારસંહિતાનું ઉલ્લંઘન માન્યું. આઈપીએલના એક નિવેદન અનુસાર, “નીતીશ રાણાને તેની મેચ ફીના ૨૫ ટકા દંડ અને એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે.” તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “રાણાએ આઈપીએલ આચારસંહિતાની કલમ ૨.૩નું ઉલ્લંઘન કર્યું છે, જે મેચ દરમિયાન અપમાનજનક ભાષાના ઉપયોગથી સંબંધિત છે.”
જોકે, રાણાએ પોતાની ભૂલ સ્વીકારી અને મેચ રેફરીના નિર્ણયનો સ્વીકાર કર્યાે.બીજી તરફ, ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને પણ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો. તેમની ટીમ નિર્ધારિત સમયમાં ઓવરો પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી, જેના પરિણામે રૂ.૧.૨ મિલિયનનો દંડ ફટકારવામાં આવ્યો.
આઈપીએલ અનુસાર, “આ ટીમનો સિઝનનો પહેલો ગુનો હતો, તેથી ગાયકવાડને રૂ. ૧.૨ મિલિયનનો દંડ ફટકારવામાં આવ્યો. આઈપીએલમાં સ્લો ઓવર રેટને એક ગંભીર મુદ્દો માનવામાં આવે છે અને જો ભૂલ વારંવાર કરવામાં આવે તો સજા વધુ ગંભીર હોઈ શકે છે.SS1MS
