Western Times News

Gujarati News

આમિર ખાને વિનવણીઓ કરીને બટવારા ફિલ્મ ટાઈટલ મેળવ્યું

૧૯૮૯ની આઇકોનિક ફિલ્મનું ટાઈટલ વાપરશે

‘બટવારા’ ફિલ્મના હક્કો સલીમ અખ્તરના પરિવાર પાસે હોવાથી આમિર રુબરુ તેમને મળ્યો હતો

મુંબઈ, આમિર ખાને નિર્માતા સલીમ અખ્તરના પરિવારને રુબરુ મળીને તથા અનેક વિનવણીઓ કરીને ‘બટવારા’ ફિલ્મ ટાઈટલના હક્કો મેળવ્યા છે. ઉલ્લેખનીય છે કે સલીમ અખ્તરે બનાવેલી અને જે પી દત્તાએ દિગ્દર્શિત કરેલી ૧૯૮૯ની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘બટવારા’ એક આઈકોનિક ફિલ્મ ગણાય છે. તેમાં ધર્મેન્દ્ર, વિનોદ ખન્ના, શમ્મી કપૂર, અમૃતા સિંહ સહિતના કલાકારોએ કામ કર્યું હતું. આમિર ખાને રાજકુમાર સંતોષીના દિગ્દર્શન હેઠળ સની દેઓલ તથઆ પ્રીતિ ઝિન્ટાને મુખ્ય કલાકારો તરીકે લઈ બનાવેલી ફિલ્મનું ટાઈટલ પહેલાં ‘લાહોર ૧૯૪૭’ નક્કી થયું હતું.

બાદમાં આમિરને એવો ડર પેઠો હતો કે હાલના રાજકીય માહોલમાં લાહોર શબ્દ ટાઈટલમાં આવશે તો ફિલ્મે ભારે ટીકાઓનો સામનો કરવો પડશે. આથી તેણે ‘બટવારા ૧૯૪૭’ ટાઈટલ નક્કી કર્યું હતું. જોકે, હવે આમિરે ૧૯૪૭ શબ્દ પણ પડતો મૂકી ‘બટવારા’ શબ્દ જ ટાઈટલમાં વાપરવાનો ફેંસલો લીધો હતો. પરંતુ, ‘બટવારા’ ફિલ્મના હક્કો સલીમ અખ્તરના પરિવાર પાસે હોવાથી આમિર રુબરુ તેમને મળ્યો હતો. પોતે સલીમ અખ્તરની ‘બાઝી’ ફિલ્મમાં કામ કર્યું હતું એ વાત તાજી કરી હતી અને પરિવારને આ ટાઈટલ કેમ પોતાની ફિલ્મ માટે જરુરી છે તેમ સમજાવ્યું હતું. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.