Western Times News

Gujarati News

અમેરિકા – ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ: હોર્મુઝ પુનઃ બંધ

અમેરિકાનો ઈરાન પર પ્રચંડ મિસાઈલ હુમલોઃ વધુ હુમલાની ધમકી

નવી દિલ્હી, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સૈન્ય સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈરાનની સર્વાેચ્ચ સંયુક્ત સૈન્ય કમાન્ડે વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા ‘હોર્મુઝ સ્ટ્રેટ’ ને અમેરિકાના હુમલાને પગલે ફરી એકવાર સંપૂર્ણપણે બંધ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં શાંતિના પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે અને યુદ્ધના વાદળો ફરી એકવાર ઘેરા બન્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને સંરક્ષણ સચિવ પીટ હેગસેથની આકરી ચેતવણી બાદ, અમેરિકન સેનાએ ઈરાન સરહદની અંદર ઘૂસીને તેના અનેક વ્યૂહાત્મક અને મહત્વના સૈન્ય ઠેકાણાઓ પર જોરદાર એર સ્ટ્રાઈક કરી છે.

આ હુમલા બાદ ઈરાનના સિરીક, મીનાબ, કિશ દ્વીપ અને દરિયાકાંઠાના વિસ્તાર બંદર અબ્બાસ સહિતના અનેક વિસ્તારો શક્તિશાળી વિસ્ફોટોથી ધણધણી ઉઠ્યા છે.અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર આ સૈન્ય કાર્યવાહીની સત્તાવાર પુષ્ટિ કરી છે. સેન્ટ્રકોમે જણાવ્યું છે કે કમાન્ડર-ઈન-ચીફ (પ્રમુખ) ના આદેશ પર ઈસ્ટર્ન સ્ટાન્ડર્ડ ટાઈમ મુજબ સાંજે ૫ઃ૧૫ વાગ્યે ઈરાનના આંતરિક વિસ્તારોમાં આ ઓપરેશન શરૂ કરાયું હતું.

વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, ઈરાન દ્વારા સતત કરવામાં આવતી ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ અને આક્રમકતાનો આ જડબાતોડ જવાબ છે.ઈરાની સત્તાવાર સમાચાર સંસ્થાઓ ‘મેહર’ અને ‘તસ્નીમ‘ ના અહેવાલો મુજબ, અમેરિકન મિસાઈલ હુમલાના તુરંત બાદ ઈરાનના ફાર્સ પ્રાંત અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં એન્ટી-એરક્રાફ્ટ ગન અને એર ડિફેન્સ સિસ્ટમને હાઈ એલર્ટ પર એક્ટિવ કરી દેવામાં આવી છે. ઈરાની સૈન્યના વરિષ્ઠ અધિકારીઓએ અમેરિકાને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે.

ઈરાનનો અત્યાર સુધીનો સૌથી મોટો વળતો પ્રહાર
તહેરાન, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ચેતવણી અને અમેરિકન સેના દ્વારા ટામહાક ક્‰ઝ મિસાઇલોના પ્રહાર બાદ, ઈરાને પણ અમેરિકા સામે આરપારની લડાઈનું એલાન કરીને જોરદાર વળતો પ્રહાર કર્યાે છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે.

ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એ દાવો કર્યાે છે કે તેણે બહેરીનમાં સ્થિત અમેરિકન નૌકાદળના પાંચમા બેડાના હેડક્વાર્ટરને નિશાન બનાવીને ‘શાહિદ-૧૩૬’ વિનાશક આત્મઘાતી ડ્રોનથી મોટો હુમલો કર્યાે છે. ઈરાને ફરી એકવાર બહેરીન, કુવૈત અને જોર્ડનમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓને હચમચાવી નાખ્યા હતા.

ઈરાની ન્યૂઝ એજન્સી ના જણાવ્યા અનુસાર, ૈંઇય્ઝ્ર ની એરોસ્પેસ ફોર્સ અને નેવીએ બે તબક્કામાં મોટું ઓપરેશન પાર પાડ્યું છે. આ હુમલામાં અમેરિકાના અલ-સલેમ એર બેઝ, અહમદ અલ-જાબેર એર બેઝ અને શેખ ઇસા એર બેઝ પર આવેલા અંદાજે ૧૮ જેટલા મહત્વના સૈન્ય ઠેકાણાઓને ધ્વસ્ત કરવાનો દાવો કરાયો છે.

આ ઉપરાંત, બહેરીનમાં અમેરિકન સેનાની કમ્યુનિકેશન સિસ્ટમ અને પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમના રડાર લોકેશનને પણ નિશાન બનાવાયા છે, જેના કારણે સમગ્ર બહેરીનમાં એર રેડ સાયરન ગુંજી ઉઠ્યા છે. જાર્ડને પણ પોતાની સરહદમાં આવતી ૫ ઈરાની મિસાઈલોને હવામાં જ તોડી પાડી હોવાની પુષ્ટિ કરી છે.

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી સંવેદનશીલ અને વ્યૂહાત્મક દરિયાઈ માર્ગાે પૈકીનો એક છે, જ્યાંથી દુનિયાભરના તેલ પુરવઠાનો મોટો હિસ્સો પસાર થાય છે. ઈરાનની આ નાકાબંધીને કારણે આંતરરાષ્ટ્રીય ઉર્જા બજાર અને વૈશ્વિક અર્થતંત્ર પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.