સુપ્રિયા સુળે બાદ હવે સંજય રાઉતે વિપક્ષનું ટેન્શન વધાર્યું
(એજન્સી)મુંબઈ, લોકસભામાં સીમાંકન બિલ પસાર કરાવવા લાગેલી નરેન્દ્ર મોદી સરકારને જોરાદર સમર્થન મળ્યું છે. કેન્દ્રની નીતિનો વિરોધ કરનારા શિવસેવાના નેતા સંજય રાઉતે સંકેત આપ્યા છે કે, તેમની પાર્ટી સીમાંકન બિલનો સપોર્ટ કરી શકે છે. તેમણે કહ્યું કે, વિપક્ષની પાર્ટીઓ સીમાંકન બિલનો વિરોધ કરશે. જો કે, સરકાર તેમણે જણાવેલા નવા સંશોધનો કરે છે તો સમર્થન વિચાર કરી શકે છે.
રાજ્યસભાના સાંસદ અને શિવસેના (UBT) ના નેતા સંજય રાઉતે RSS વડા મોહન ભાગવતને પત્ર લખીને 18 જુલાઈના રોજ નાગપુરમાં UBT ના ‘રામરક્ષા’ અભિયાનમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે.
NCPના નેતા સુપ્રિયા સુલેએ બુધવારે(૧૫ જુલાઈ) કહ્યું કે, જો સરકાર તેમની માગ પૂરી કરે છે તો તેમની પાર્ટી આ બિલને લોકસભામાં સર્મથન કરી શકે છે. સુપ્રિયા સુલે પછી સંજય રાઉતે પણ સીમાંકન બિલ અંગે સકારાત્મક નિવેદન આપ્યું છે. સંજય રાઉત નાગપુરમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.
Rajya Sabha MP and Shiv Sena (UBT) leader Sanjay Raut has written a letter to RSS Chief Mohan Bhagwat, inviting him to attend UBT’s ‘Ramraksha’ campaign in Nagpur on July 18.
તેમણે આ ટિપ્પણીઓ શનિવારે શિવસેનાના આગામી રામ રક્ષા આંદોલનના સંદર્ભમાં કરી હતી, જે અયોધ્યામાં રામ મંદિર માટે મળેલા દાનમાં કથિત અનિયમિતતાઓ સામે નિર્દેશિત છે.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુલેએ જણાવ્યું હતું કે, જો સીમાંકન બિલ એનડીએ સરકારનો મુખ્ય કાયદાકીય એજન્ડા બધા રાજ્યોમાં બેઠકોમાં સમાન ૫૦ ટકા વધારા પર આધારિત છે, તો તેનો વિરોધ કરવાનું કોઈ નોંધપાત્ર કારણ રહેશે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આવા પ્રસ્તાવને ટેકો આપવાનો કોઈપણ નિર્ણય વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનમાં પરામર્શ પછી જ લેવામાં આવશે.
