Western Times News

Gujarati News

ગીત ચોરીનો આરોપ, અમાલ મલિકે તનિષ્ક બાગચી પર નિશાન સાધ્યું

રોયલ્ટીના મુદ્દા પર આજકાલ સંગીત ઉદ્યોગમાં ઘણો તણાવ

અમાલ મલિકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક લાંબો મેસેજ લખ્યો, જેમાં તનિષ્કને “મિસ્ટર રિમિક્સ એન્ડ ડિસ્ટ્રોયર ઓફ ઓરિજિનલ્સ” ગણાવ્યો

મુંબઈ,હિન્દી અને બીજી ભાષાઓની ભારતીય ફિલ્મોમાં સ્ટોરીલાઇન અને ગીત-સંગીતની ઉઠાંતરી થવી એ કંઇ નવી વાત નથી. તાજેતરમાં આવી એક ઉઠાંતરીની વાત પ્રકાશમાં આવી છે. સંગીતકાર અમાલ મલિકે સોશિયલ મીડિયા પર સાથી સંગીતકાર તનિષ્ક બાગચી પર ગંભીર આરોપ લગાવ્યા છે કે તનિષ્ક બીજાના ગીતોનો શ્રેય ચોરી કરે છે અને સૂરોની નકલ કરે છે. તેમણે તનિષ્કને ચેતવણી આપી છે, ફિલ્મ “સૈયારા” માં ગીતનો મૂળ શ્રેય અન્ય લોકોને ન મળવાનો મુદ્દો ઊઠાવ્યો છે.રોયલ્ટીના મુદ્દા પર આજકાલ સંગીત ઉદ્યોગમાં ઘણો તણાવ છે. દરમિયાન, પ્રખ્યાત સંગીતકાર અમાલ મલિકે એક મુખ્ય નિવેદન આપીને હંગામો મચાવ્યો છે. તેમનું સીધું નામ લીધા વિના, તેમણે તેમના સાથી સંગીતકાર તનિષ્ક બાગચી પર ગંભીર આરોપ લગાવ્યા છે.

અમાલનો દાવો છે કે તનિષ્ક ખોટી પ્રશંસા માટે પૈસા ચૂકવે છે, બીજાનાં ગીતોનો શ્રેય લે છે અને મૂળ સૂરોની નકલ કરે છે.અમાલ મલિકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક લાંબો મેસેજ લખ્યો, જેમાં તનિષ્કને “મિસ્ટર રિમિક્સ એન્ડ ડિસ્ટ્રોયર ઓફ ઓરિજિનલ્સ” ગણાવ્યો. અમાલે દાવો કર્યાે કે તનિષ્ક મીડિયામાં સમાચાર પ્રકાશિત કરવા માટે જૂના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરે છે. તેમણે લખ્યું કે તનિષ્કને પોતાનું નામ લેવાનો પણ અધિકાર નથી. અમાલે એમ પણ કહ્યું કે તનિષ્ક દર વર્ષે તેની સામે તેનો ભાઈ હોવાનો ડોળ કરે છે, જ્યારે તેની પીઠ પાછળ તે એક અલગ રમત રમે છે.અમાલ મલિકે ફિલ્મ સૈયારાના ટાઇટલ ટ્રેક અંગે પણ એક મોટો ખુલાસો કર્યાે. તેમણે કહ્યું કે ગીતનો મૂળ શ્રેય ફહીમ અબ્દુલ્લા અને અર્સલાન નિઝામીને મળવો જોઈતો હતો, પરંતુ તનિષ્કે તેમના અધિકારો છીનવી લીધા.

અમાલ કહે છે કે બંને કલાકારો આદરથી ચૂપ છે, જેથી સત્ય બહાર ન આવે. વધુમાં, અમાલે એવો પણ આરોપ લગાવ્યો કે તનિષ્કે ફિલ્મોમાં કામ મેળવવા માટે તેમના બ્રેકઅપ અને પીડાનો ફાયદો ઉઠાવ્યો છે.અમાલે આરોપ લગાવ્યો કે તનિષ્કનાં ઘણાં નવાં ગીતો વાસ્તવમાં પાકિસ્તાની ગીતો અને લોક ધૂનોની નકલો છે. તેમણે કહ્યું કે તનિષ્કનું સૈયારા ગીત “હમનવા મેરે” ગીત જેવું જ છે. અમાલનું કહેવું છે કે તેબધા સંગીતકારોને રિમિક્સ સામે એક થવા વિનંતી કરે હતી, પરંતુ કોઈએ તેમને ટેકો આપ્યો નથી. પોતાની પોસ્ટના અંતે, અમલે તનિષ્કને કડક ચેતવણી આપી કે તે તેની સાથે છેડછાડ ન કરે, કારણ કે ભૂખ્યો સિંહ કોઈને છોડતો નથી.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.