Western Times News

Gujarati News

મધર્સ ડે ઉપર સલમાને ગીત ‘તેરે બિના’નું ટિઝર રિલીઝ કર્યું

ગીતના શૂટિંગમાં લોકડાઉનના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે ઃ સલમાનના ફાર્મહાઉસમાં શૂટ કરાયું
મુંબઈ ,  બોલીવુડના સુપર સ્ટાર અને ચાહકોમાં સૌથી લોકપ્રિયતા મેળવનાર સલમાન ખાને હાલમાં જ પોતાના નવા વિડિયો તેરે બિનાની જાહેરાત કરી હતી. સલમાન ખાન પણ લોકડાઉન વચ્ચે સોશિયલ મિડિયા પર હાલ છવાયેલો રહે છે. લોકડાઉનમાં અનેક લોકોને સહાય પણ કરી રહ્યો છે. આવા સમયમાં તેના નવા વિડિયો તેરે બિનાનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું અને ટિઝર પણ રિલીઝ કર્યું હતું. આ ગીતનું શૂટિંગ સલમાનના ફાર્મ હાઉસમાં શૂટ કરવામાં આવ્યું હતું.

સલમાનની સાથે બોલીવુડની બ્યુટીફુલ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ પણ જાવા મળી રહી છે. ‘પ્યાર કરોના’ પછી સલમાન ખાને હાલમાં જ પોતાના નવા વિડીયો ‘તેરે બિના’ની જાહેરાત કરી હતી. હવે સલમાન ખાને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ ગીતનો વિડીયો શેર કર્યાે છે. આ રોમાÂન્ટક ગીતમાં સલમાન સાથે એક્ટ્રેસ જેÂક્લન ફર્નાÂન્ડઝ છે. ટીઝરની શરૂઆતમાં સલમાન ખાન ઘોડા પર આવતો જાવા મળે છે.

સાથે જ જેÂક્લન સાથે રોમાન્સ કરતો જાવા મળે છે. સમલાને આ ગીત મધર્સ ડે પર તમામ મમ્મીઓને સમર્પિત કર્યું છે. કેપ્શનમાં સલમાને લખ્યું કે, ‘તેરે બિના.. તમામ માતાઓને મધર્સ ડેની ખૂબ શુભકામનાઓ.’ સલમાન ખાને આ ગીતના શૂટિગમાં લોકડાઉનના નિયમોનું પાલન કર્યું છે. આ ગીત સલમાન ખાનના ફાર્મ હાઉસ પર શૂટ કરવામાં આવ્યું છે. જા કે, ગીતનું ટીઝર જાઈને તમને એક ક્ષણ માટે પણ એવું નહીં થાય કે આ ગીતને લોકડાઉન દરમિયાન શૂટ કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.