Western Times News

Gujarati News

ભરુચઃ પીકઅપ ગાડીએ બાઈકને ટક્કર મારતા મહિલાનું મોત

ભરૂચ: ભરુચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામ પાસે ઉમધરા જવાના રોડ પર એક બોલેરો પીકઅપની ટક્કરે બાઈક સવાર મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.જ્યારે મહિલાની પૌત્રીને અકસ્માતમાં ઈજાઓ પહોચતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી હતી.રાજપારડી પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના સરસાડ ગામનો દિનેશ બિજલ વસાવા નામનો યુવાન પોતાની મોટર સાયકલ પર માતા વનિતાબેન વસાવા ઉ.વ.૪૨ તેમજ પુત્રી દેવિકાબેન વસાવા ઉ.વ.૭ સાથે ગૌરીવ્રતનો સામાન ખરીદવા રાજપારડી આવ્યો હતો. સામાનની ખરીદી કર્યા બાદ પોતાના ગામ સરસાડ પાછા ફરતા હતા.ત્યારે એક બોલેરો પીકઅપે પાછળથી આ મોટરસાયકલને ટક્કર મારતા બાઈક સવાર ત્રણેય વ્યક્તિઓ નીચે ફંગોળાયા હતા.

આ ગોઝારા અકસ્માતમાં બાઈક ચાલકના માતા વનિતાબેનને ગંભીર ઈજાઓ પહોચતા ઘટના સ્થળે માથુ શરીરથી અલગ થઇ ફંગોળાયુ હતુ. અને ઘટના સ્થળેજ વનિતાબેનનું કરુણ મોત નિપજ્યુ હતુ. જયારે સાત વર્ષીય દેવિકાને શરીરે ઈજાઓ પહોચતા રાજપારડી દવાખાને સારમાટે ખસેડાઇ હતી.બાઈક સવાર ૩૦ વર્ષીય યુવાનનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં રાજપારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.આ અંગે દિનેશભાઈ બીજલભાઈ વસાવા રહે.સરસાડ તા.ઝઘડીયાએ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે પીકઅપના ચાલક અશોકભાઈ જીતુભાઈ વસાવા રહે.સરસાડ તા.ઝઘડીયા વિરુદ્‌ધ ગુનો નોંધી તપાસ હાથધરી છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.