Western Times News

Gujarati News

મીની લકઝરી બસમાં દારૂની ખેપ ચાલુ કરી, શામળાજી પોલીસે ટ્રાવેલર બસમાંથી ૧.૪૩ લાખનો દારૂ ઝડપ્યો 

બુટલેગરોએ દારૂ ઘુસાડવા હવે પદ્ધતિ બદલી

અરવલ્લી જીલ્લામાં નવનિયુક્ત એસપી સંજય ખરાતના આગમન પછી જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દોડધામ કરી રહવિદે બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરોએ હવે વિદેશી દારૂ ઘુસાડવા સરકારી એસટી બસ અને ખાનગી લકઝરી બસમાં મુસાફરના સ્વાંગમાં ખેપિયાઓ મારફતે વિદેશી દારૂ ઠાલવવા પ્રયત્નશીલ બન્યા છે

ત્યાર શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીકથી મીની લકઝરી (ટ્રાવેલર) માંથી સીટની નીચે સંતાડી રાખેલા ૧.૪૩ હજારના દારૂ સાથે બે શખ્શોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી મીની લકઝરીમાં સંતાડેલ દારૂનો જથ્થો નાના ચિલોડા નજીક રિંગરોડ પર બુટલેગર પાસે પહોંચે તે પહેલા શામળાજી પોલીસે બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવ્યું હતું

શામળાજી પીએસઆઈ આશિષ પટેલ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાનમાંથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતાં બુટલેગરોની વિદેશી દારૂ ઘુસાડવાની નવી મોડસ ઓપરેન્ડીશનો પર્દાફાશ થયો હતો રાજસ્થાન તરફથી આવી રહેલ ટેમ્પો ટ્રાવેલર (ગાડી.નં RJ.27.TA.5632) ને અટકાવી તલાસી લેતા મીની લકઝરી બસની સીટની નીચે સંતાડી રાખેલ રાજસ્થાની બનાવટની મદીરા ના પાઉચ નંગ -૨૮૭૪ કીં રૂ. ૧,૪૩,૭૦૦/-નો જથ્થો જપ્ત કરી ટ્રાવેલર ચાલક મહેશ પ્યારચંદ્ર ભાટ અને ૨)સોનુકુમાર હરીશકુમાર ખટવાણી (બંન્ને.રહે,ચિત્તોરગઢ-રાજસ્થાન) ને જેલના સળિયા પાછળ ધકેલી દઈ ટેમ્પો ટ્રાવેલર,દારૂ સહીત રૂ.૫૫૫૨૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી લકઝરી બસમાં વિદેશી દારૂ ભરી આપનાર ઉદેપુરના ગારિયાવાસની પાછળ રહેતા કિશનજી આહીર નામના બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી  દિલીપ પુરોહિત  બાયડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.