અમદાવાદ જિલ્લા જમીન તકેદારી સમિતિની બેઠક કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાઇ
અમદાવાદ જિલ્લા કલેકટર ડૉ. વિક્રાંત પાંડેના અધ્યક્ષ સ્થાને અમદાવાદ જિલ્લા જમીન તકેદારી સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમા જમીન ખોટી રીતે પચાવી પાડવાની પ્રાથમિક તપાસમાં બહાર આવતા ૨૪ સામે એફ.આઇ.આર નોંધવા અમદાવાદ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે એ સૂચના આપી છે.
જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં જમીન અંગેની ફરિયાદોની સમીક્ષા કરવામાં આવી હતી.જમીનના ખોટા દસ્તાવેજો સહિત વિવિધ કિસ્સાઓમાં ખોટી રીતે પચાવી પાડવાનું પ્રાથમિક તપાસમાં જણાતા જિલ્લા કલેકટરશ્રી એ આ સૂચના આપી હતી. જિલ્લા તકેદારી સમિતિમાં આજે ૬૫ કેસની સમીક્ષા કરવામાં આવી હતી જેમાંથી ૬૧નો નિકાલ કરવામાં આવ્યો હતો અને ચાર કેસોમાં સમાધાન થયું હતું. આ બેઠકમાં નિવાસી જીલ્લા કલેકટરશ્રી હર્ષદ વોરા, પ્રાંત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.