Western Times News

Gujarati News

કોરોના કાળમાં ભાજપ સરકારે એકથી એક ખ્યાલી પુલાવ પકાવ્યા: રાહુલ ગાંધી

નવીદિલ્હી, કોરોના મહામારી અને લોકડાઉનના કારણે દેશમાં ઉભી થયેલ આર્થિક સ્થિતિને લઇ કોંગ્રેસ દ્વારા સતત સરકાર પર પ્રહારો કરવામાં આવી રહ્યાં છે કોંગ્રેસ નેતાઓ દ્વારા કોરોના કાળમાં રચાયેલ પીએમ કેયર્સ ફંડને લઇને પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે જયારે એકવાર ફરી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકારને પીએમ કેયર્સ ફંડ પર નિશાન પર લીધી છે અને કહ્યું છે કે આ દરમિયાન ભાજપ સરકારે ફકત ખયાલી પુલાવ પકાવ્યા છે. રાહુલે ટ્‌વીટ કરી કહ્યું કે કોરોના કાળમાં ભાજપ સરકારે એકથી એક ખયાલી પુલાવ પકાવ્યા. ૨૧ દિવસમાં કોરોને હરાવીશું,આરોગ્ય સેતુ એપ સુરક્ષા કરશે ૨૦ લાખ કરોડનું પેકેજ, આત્મનિર્ભર બનો સીમામાં કોઇ ધુસ્યુ નથી સ્થિતિ સંભાળેલ છે તેમણે કહ્યું કે પરંતુ એક હકીકત એ છે પણ છે આપદા મેં અવસર પીએમ કેયર્સ એ યાદ રહે કે પીએમ કેયર્સ ફંડને લઇ કોંગ્રેસ મોદી સરકાર પર સતત હુમલો કરે છે કોંગ્રેસનું કહેવુ છે સરકાર આ ફંડનો દુરૂપયોગ કરી રહી છે જેથી સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધુ કે આ રાષ્ટ્રીય આપદા કોષથી અલગ છે. આ સરકાર નક્કી કરે છે કે કોને કેટલી મદદ કરવાની છે.

આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકડાઉનમાં પ્રવાસી મજુરોના મોતને લઇ સરકારને નિશાન પર લીધી હતી કોંગ્રેસ નેતાએ શાયરાના અંદાજમાં મોદી સરકારને ધેરી હતી અને ટ્‌વીટ કરી મોદી સરકાર જાણતી નથી કે લોકડાઉનમાં કેટલા પ્રવાસી મજુરો માર્યા ગયા અને કેટલી નોકરીઓ ગઇ કોંગ્રેસ નેતાએ લખ્યું તુમને ના ગિના તો કયાં મોત ના હુઇ,હાં મગર દુખ હૈ સરકાર પે અસર ના હુઆ,ઉનકા મરના દેખા જમાનેને,એક મોદી સરકાર હૈ જેસે ખબર ના હુઇ એ યાદ રહે કે કોરોના વાયરસના કારણે જયારે દેશ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું તો તે દરમિયાન પ્રવાસી મજુરો તેનાથી વધુ પ્રભાવિત થયા હતાં પ્રવાસી મજુરોની ટુકડી આ દરમિયાન મોટો ઔદ્યોગિક શહેરોથી નિકળી પોતાના મૂળ સ્થાન પર પાછા ફર્યા હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.