JSW પેઇન્ટ્સે આલિયા ભટ્ટ અને આયુષ્માન ખુરાનાને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરી
દેશની અગ્રમી કંપની અને 12 અબજ ડોલરના જેએસડબ્લ્યુ ગ્રૂપની ભાગરૂપ કંપની જેએસડબ્લ્યુ પેઇન્ટ્સે આલિયા ભટ્ટ તથા આયુષ્માન ખુરાનાને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કર્યા છે. કંપની બોલિવૂડના આ બંને ફિલ્મસ્ટાર સાથેનું તેનું પ્રથમ માર્કેટિંગ કેમ્પેઇન રજૂ કરવા માટે સજ્જ છે. ‘હર રંગ હર કિસી કા’ કેમ્પેઇન ભારતના વૈવિધ્યસભર રંગોની સરાહના કરે છે અને સાથે જ ભારતીયોને #EmbraceEveryColour માટે પ્રોત્સાહિત કરે છે.
દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં કંપનીના વર્તમાન બજારોમાં માર્કેટિંગનું આ સુગ્રથિત કેમ્પેન ચાલુ મહિનાથી શરૂ કરવામાં આવશે અને આઈપીએલ દરમિયાન તેનું પ્રસારણ થશે. સાથે જ તે ગ્રાહકો, ચેનલ પાર્ટનર્સ તથા પ્રભાવકો સાથેના મજબૂત જોડાણનું પ્રતિબિંબ પાડે છે.
જેએસડબ્લ્યુ દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા માર્કેટિંગ કેમ્પેન વિશે ટિપ્પણી કરતાં જેએસડબ્લ્યુ પેઇન્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પાર્થ જિંદાલે જણાવ્યું હતું કે, “જેએસડબ્લ્યુમાં, અમારું માનવું છે કે, વિચારશીલ હોવું સુંદર બાબત છે અને અમારું #EmbraceEveryColour કેમ્પેન આ જુસ્સાને જાળવી રાખે છે.
અમારું નવું કેમ્પેઇન આપણે જે ભારતમાં મોટા થયા અને આજે જીવી રહ્યાં છીએ, તે ભારત દર્શાવે છે, બહુવિધ રંગોથી રંગાયેલી ધરતી. આપણે જે ખોરાક આરોગીએ છીએ, તેનાથી લઈને આપણે ઉજવીએ છીએ તે તહેવારો, આપણે જે વસ્ત્રો પહેરીએ છીએ – આ બધા જ રંગો સઘળાં તત્વોને ભારત બનાવે છે, અત્યંત સુંદર. ‘એની કલર વન પ્રાઇસ’ થકી તમામ રંગો તમામ લોકો માટે પ્રાપ્ય બનાવવાનો અમારો અભિગમ રંગો પ્રત્યેના ભારતીયોના પ્રેમને અપાયેલી અંજલિ છે. આ કેમ્પેનને રોજ યુવાન અને બહેતર બની રહેલા ભારતમાં લાવવા માટે અમે વિચારશીલ એમ્બેસેડર્સ ઇચ્છતા હતા અને અમારું માનવું છે કે, આલિયા ભટ્ટ અને આયુષ્માન ખુરાના એક્તા અને અખંડિતતાનો અમારો સંદેશ આગળ લઈ જવા માટે એકદમ યોગ્ય છે.”
જેએસડબ્લ્યુ પેઇન્ટ્સના જોઇન્ટ એમડી અને સીઈઓ શ્રી એ એસ સુંદરેસનના જણાવ્યા પ્રમાણે, “ગ્રાહકો માટે પેઇન્ટ્સના રંગોનું ઘણું મહત્વ હોય છે. આ જ કારણસર અમે રંગોને અમારા કેમ્પેઇનના કેન્દ્રમાં રાખ્યા છે અને અમારાં બ્રાન્ડ એમ્બેસેડર્સ આલિયા અને આયુષમાને તેને જીવંતતા બક્ષી છે. અમે અમારી એની કલર વન પ્રાઇસ વ્યૂહરચના સાથે એકીકૃત ભારતના વિભિન્ન રંગોની ઊજવણી કરી રહ્યાં છીએ.
આમ કરનારી આ પહેલી અને એકમાત્ર પેઇન્ટ કંપની છે, જે ગ્રાહકોને કોઈપણ રંગ પસંદ કરવાની પૂરેપૂરી આઝાદી આપે છે. અમારી ફેમિલી ફ્રેન્ડલી અને માત્ર વોટર બેઝઅડ પેઇન્ટ્સની રેન્જ ગ્રાહકો માટે સંતોષકારક અનુભવોનું સર્જન કરવા પર ધ્યાન આપે છે. અમને ખાતરી છે કે, #EmbraceEveryColour કેમ્પેઇન દેશભરના અમારા ગ્રાહકોને પસંદ પડશે.”