Western Times News

Gujarati News

એલીસબ્રીજ પોલિસ સ્ટેશન નજીક ગટર ઉભરાવવાની સમસ્યા ક્યારે ઉકેલાશે?

અમદાવાદ, દીવા તળે અંધારું અમદાવાદના નાગરિકોની ફરિયાદનું નિવારણ લાવતીદીવા તળે અંધારું અમદાવાદના નાગરિકોની ફરિયાદનું નિવારણ લાવતી પોલીસની પોતાની સમસ્યા સાંભળવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પરેશનના આખ આડા કાન છેલ્લા ચાર મહિનાથી એલીસબ્રીજ પો સ્ટે આગળ બે ગટર ઉભરાવાની કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી તેમ છતાં તેનું નિવારણ લાવવામાં આવ્યું નથી.

આ સમસ્યાનો 17 જેટલી ફરિયાદો કરવામાં આવી હતી. ગટર સાફ કરવા આવતા કર્મચારીઓ સાદા સળિયા વડે સફાઈ ન થતાં વારંવાર સાહેબને જાણ કરવી પડશે તેમ કહી છટકી જાય છે. બીજી તરફ વરસાદ પણ પડતા હવે પોલિસ સ્ટેશન આગળ જ રોગચાળાની શક્યતા વધી ગઈ છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઇ આવતા નાગરિકો બીમારી લઈને ઘરે જાય તેવી પરિસથિતિ ઊભી થઈ છે. દરરોજ ફરિયાદ કરવા આવતાં લોકો ગટરની આ સમસ્યાને કારણે ત્રાહીમામ પોકારી ગયા છે. પોલિસ સ્ટેશનનો સ્ટાફ પણ આ સમસ્યાને લીધે વારંવાર ફરિયાદ કરે છે.

ગટરના પાણી દીવા તળે અંધારું અમદાવાદના નાગરિકોની ફરિયાદનું નિવારણ લાવતી પોલીસની પોતાની સમસ્યા સાંભળવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પરેશનના આખ આડા કાન છેલ્લા ચાર મહિનાથી એલીસબ્રીજ પોલિસ સ્ટેશન આગળ બે ગટર ઉભરાવાની કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી તેમ છતાં તેનું નિવારણ લાવવામાં આવ્યું નથી.

આ સમસ્યાનો 17 જેટલી ફરિયાદો કરવામાં આવી હતી. ગટર સાફ કરવા આવતા કર્મચારીઓ સાદા સળિયા વડે સફાઈ ન થતાં વારંવાર સાહેબ ને જાણ કરવી પડશે તેમ કહી છટકી જાય છે. બીજી તરફ વરસાદ પણ પડતા હવે પો સ્ટે આગળ જ રોગચાળાની શક્યતા વધી ગઈ છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઇ આવતા નાગરિકો બીમારી લઈને ઘરે જાય તેવી પરિસથિતિ ઊભી થઈ છે.

ગટરના પાણી એલીસબ્રીજ પોલિસ સ્ટેશનથી બીજી તરફ આવેલી બેંક ઓફ ઈન્ડિયાના ગેટ સુધી ફરી વળ્યા છે. આ જ જગ્યાએ ટ્રાફિક સિગ્નલ પણ હોવાથી રાહદારીઓને ટ્રાફિક ચાલુ હોય ત્યારે રસ્તો ઓળંગવા માટે ગટરના ગંદા પાણીમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે. તથા બેંક આગળની તૂટી ગયેલી ગટરને કારણે  અકસ્માત થવાની સંભાવના પણ નકારી શકાય તેમ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.