Western Times News

Gujarati News

નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગે દક્ષિણ કોરીયાથી માફી માંગી

પ્યોંગયાંગ, ઉત્તર કોરિયાના ભેજાગેપ તાનાશાહ કિમ જોંગે એવુ કામ કર્યુ છે જેના પર કદાચ વિશ્વાસ ના કરી શકાય.કિમ જોંગે પાડોશી દેશ દક્ષિણ કોરિયાની માફી માંગી છે. જોકે કિમ જોંગ પાસે બીજો વિકલ્પ પણ નહોતો.કારણકે ઉત્તર કોરિયાના સૈનિકોએ ક્રુરતાની તમામ સીમાઓ પાર કરીને દક્ષિણ કોરિયાના એક અધિકારીને ગોળી મારી દીધી હતી અને તેના મૃતદેહને સળગાવીને દરિયામાં ફેંકી દીધો હતો.જોકે આ મામલાએ ભારે તૂલ પકડયા બાદ કિમ જોંગે માફી માંગી છે.

દક્ષિણ કોરિયાના રાષ્ટ્પતિ કાર્યાલયના નિવેદન પ્રમાણે કિમ જોંગે કહ્યુ હતુ કે, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન અને દક્ષિણ કોરિયાના લોકોને નિરાશ કરવા બદલ હું માફી માંગું છું.આ પહેલા દક્ષિણ કોરિયાના અધિકાકરી સૂહ હુનની હત્યાનો આરોપ લગાવતુ નિવેદન દક્ષિણ કોરિયાએ કહ્યુ હતુ અને દોષિતોનો સજા આપવા માટે ઉત્તર કોરિયાને અપીલ કરી હતી.

દરિયામાં માછલી પકડવા માટે ગેરકાયદેસર રીતે દક્ષિણ કોરીયાની દરિયાઈ સીમામાં ઘૂસી જતી બોટો પર નજર રાખવા માટે નિમાયેલા અધિકારી સૂહ હુન લાપતા થઈ ગયા હતા અને મંગળવારે ઉત્તર કોરિયાના તટ પર દેખાયા હતા.ઉત્તર કોરિયા સુધી તેઓ કેવી રીતે પહોંચ્યા તે હજી ખબર પડી નથી.એ પછી તેમની હત્યા કરી દેવાઈ હતી.

એવુ મનાય છે કે, કોરોના વાયરસ દેશમાં ના પ્રવેશે તે માટે ઉત્તર કોરિયાએ સરહદો સીલ કરી છે અને કોઈ પણ વ્યક્તિને જોતા જ ગોળી મારવાનો આદેશ આપ્યો છે.જેના ભાગરુપે સૂહ હુનને પણ ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.