Western Times News

Gujarati News

શિક્ષણ વિભાગની સ્પષ્ટતા: ધોરણ એકથી આઠમાં માસ પ્રમોશન અંગે હાલ કોઇ વિચારણા નથી

પ્રતિકાત્મક

છેલ્લા બે દિવસથી સમૂહ માધ્યમોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે તેવા બિનપાયાદાર સમાચારો વહેતા થયા છે તે તદ્દન ખોટા છે એમ શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયુ છે.

આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે છે કે, ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા બાબત અંગેની કોઈ બાબત હાલ રાજ્ય સરકારની વિચારણા હેઠળ નથી, તેથી આવા પાયાવિહોણા સમાચારોથી જાહેર જનતાને ગેરમાર્ગે ન દોરાવા વિનંતી કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.