Western Times News

Gujarati News

અભિનેત્રી જૈકલિન ફર્નાડિસની ટોપલેસ તસવીર વાયરલ થઈ

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી જૈકલિન ફર્નાંડિસ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનાર બોલિવૂડ સેલેબ્રિટીમાંથી એક છે. તે હંમેશા પોતાની સુંદર તસવીરો અને રસપ્રદ પોસ્ટથી તેના ફેન્સનું દિલ બહેલાવતી રહે છે.

પણ હાલ જેકલીને કંઇક તેવું કર્યું છે કે તે ચારે બાજુ ચર્ચાનું કારણ બની છે. જેકલીને હાલમાં જ સોશિયલ મીડિયા પર તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે આ તસવીરો શેર કર્યા પછી જેકલીન ફેન્સ તેના કાયલ થઇ ગયા છે. જેકલીનની આ સરપ્રાઇઝ તેના ૪૬ મિલિયન ફોલોવર્સના ચહેરા પર ખુશી લાવી દીધી છે.

જે વિષે તેણે પોતે આમ કહ્યું છે. જેકલીને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ જ બોલ્ડ ફોટો શેર કર્યા છે. આ તસવીરો જેકલીન ટોપલેસ નજરે પડી રહી છે. અને તેણે ખાલી ફૂલનો બુકે જ પકડ્યો હોય તેમ લાગે છે. જેકલીનનો આ કાતિલ અંદાજ લોકોને ફિદા કરી રહ્યો છે. વળી તેણે વ્હાઇટ રંગનું ટ્રાઉસર પણ પહેર્યું છે. જેકલીનના આ ફોટોમાં તેની સિંઝલિંગ અદાઓ અને પેન્ટના ખુલ્લા બટન તેના ફેન્સને બીજા લેવલ પર લઇ જઇ રહ્યા છે. વળી જેકલીન ખૂબ સરળતાથી આ બોલ્ડ ફોટોશૂટ આપ્યો છે.

આ ફોટોને શેર કરતા જેકલીને પોતાની ઇન્સ્ટાગ્રા પોસ્ટમાં લખ્યું ૪૬ મિલિયન, તમારા પ્રેમ માટે આભાર. ત્યારે તેના ફેન્સ પણ તેની આવી તસવીરો જોઇને ખુશ થઇ ગયા હતા. જેકલીનના આ તમામ ફોટો તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. અને આ જ કારણ છે કે આ ફોટો જલ્દીથી વાયરલ થઇ રહ્યા છે.

અને અનેક લોકો તેની પર તાબડતોડ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ ફોટો પર ખાલી જેકલીનના ફેન્સ જ નહીં અનેક સેલેબ્રિટી પર પ્રતિક્રિયા આપી છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉન સમયે પણ જેકલીન ઓનલાઇન રિયાલીટી શો, સલમાન ખાનના ગીતમાં એપીયરન્સ કરીને પોતાનું કામ ચાલુ રાખ્યું હતું. જેકલીન બોલીવૂડમાં તો પોપ્યુલર છે જ વળી સોશિયલ મીડિયામાં પણ તેના અનેક ફેન્સ છે. અને તે આ રીતે ફોટો પોસ્ટ કરીને હંમેશા તેના ફેન્સને ખુશ કરતી રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.