Western Times News

Gujarati News

રિપબ્લિકના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીની ધરપકડ

મુંબઈ: ખોટી ટીઆરપી કેસમાં મુંબઇ પોલીસે ન્યૂઝ ચેનલ રિપબ્લિકના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી છે. પોલીસે અર્નબની તેના ઘરથી ધરપકડ કરી. ગોસ્વામીએ પોલીસ પર તેની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. રિપબ્લિક ટીવીએ અર્નબના ઘરનો લાઇવ ફૂટેજ પણ બતાવ્યો છે. જેમાં પોલીસ અને અર્નબની વચ્ચે ઝડપ થતી નજરે પડે છે.

અર્નબ ગોસ્વામીએ મુંબઇ પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે પોલીસે તેના સાસુ સસરા, પુત્ર અને પત્ની સાથે પણ મારપીટ કરી છે. અર્નબે મુંબઇ પોલીસ પર ગુંડાગર્દી કરવાનો આરોપ પણ લગાવ્યો છે. અને જણાવ્યું છે કે પોલીસે તેના પરિવાર સાથે તેની વાત કરતા પણ રોક્યો હતો. તથા દવા દેવાથી પણ રોક્યો હતો.

તે પછી અર્નબ ગોસ્વામીએ મુંબઇ પોલીસ પોતાની સાથે વાનમાં પોલીસ સ્ટેશન લઇ ગઇ છે. નોંધનીય છે કે મુંબઇની બે લોકલ ચેનલ સમેત રિપબ્લિક ટીવી પર ફેક ટીઆરપીનો આરોપ લાગ્યો હતો. અને મુંબઇ પોલીસ તેની તપાસ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.