ધનસુરા તાલુકાના આકરૂન્દના રાવળ વિહાભાઇનો આત્મનિર્ભર યોજનાથી જીવન બદલાયું
દેશ નાવડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના આત્મનિર્ભર યોજના શરુ કરી છે ત્યારે અરવલ્લી જિલ્લા ના ધનસુરા તાલુકા ના આકરૂન્દ ગામે આ યોજનાનો લાભ મળતા એક વ્યક્તિનું જીવન બદલાયું હતું. આ યોજના માં આકરૂન્દ ના રાવળ વિહાભાઈ આત્મારામ ભાઈ એ ઓટો રીક્ષા વસાવી.
તેઓ જીવન હાથલારી ચલાવી મજુરી કરી ગુજરાન ચલાવતા હતા.પરંતુ આત્મનિર્ભર યોજના મા પોતાની ઓટોરીક્ષા વસાવી હતી. અને પોતાના જીવનમાં એક નવી શરૂઆત કરી હતી જેને લઈને આકરૂન્દ ના સરપંચ લલીતાબેન પટેલ ડેપ્યુટી સરપંચ દિનેશભાઈ પટેલ અને ગ્રામ પંચાયત ના સભ્ય રાકેશભાઈ પટેલ એ શુભેચ્છાઓ પાઠવી હતી. દિલીપ પુરોહિત બાયડ