ગૌરી ખાને પોતાના ઘરના ટેરેસનો લૂક બદલી નાખ્યો
મુંબઈ: શાહરૂખ ખાનનું મુંબઈનું ઘર આલીશાન છે, જેને એક્ટરે મન્નત નામ આપેલું છે. તેની પત્ની ગૌરી ખાન ઘણીવાર પોતાની ઘરની સુંદર તસવીરો પોસ્ટ કરીને ફેન્સને ઈન્ટીરિયર્સની ઝલક આપતી રહે છે. હાલમાં જ તેમે ઈન્સ્ટાગ્રામ પર પોતાના ટેરેસની એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તેણે લોકડાઉન દરમિયાન પોતાના ટેરેસના મેકઓવરને બતાવ્યો છે. તસવીરોમાં ગૌરી ટેરેસ પર બેઠેલી દેખાઈ રહી છે.
આ સાથે જ તેણે કેપ્શન આપ્યું છે કે, આવી પળો સાથે પ્રેમ છે. મારી પ્રિય છતની નીચે એક કપ કોફી સાથે મોસમની મજા લેતા. મેં પોતાના ટેરેસને ર્ફઠ સીલિંગ્સથી સુંદર મેકઓવર આપ્યો છે. ગૌરી ખાન પાસેથી ઘણા બોલિવૂડ સેલેબ્સ પોતાના ઘરો અને ઓફિસનું ઈન્ટીરિયર કરાવે છે. થોડા દિવસો પહેલા જ તેણે પોતાના દિલ્હીના ઘરની તસવીરો પોસ્ટ કરી હતી. ગૌરીએ લખ્યું હતું કે આ ઘર તેની જિંદગી સાથે જાેડાયેલી યાદોથી ભર્યું પડ્યું છે.
ગૌરીએ જણાવ્યું હતું કે તેના આ ઘરની દિલમાં ખાસ જગ્યા છે પરંતુ સાથે તેના ઘરનું કોલેબોરેશન હોવાના કારણે સામાન્ય લોકોને આ ઘરમાં રોકાવાનો ચાન્સ મળી શકે છે. શાહરૂખ ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે લગભગ ૨ વર્ષ બાદ શૂટિંગ પર પરત ફર્યો છે. તેની ફિલ્મ ‘પઠાણ’ આવી રહી છ. થોડા દિવસો પહેલા જ તે માસ્ક સાથે અલગ લૂકમાં શૂટિંગ માટે બહાર જતા દેખાયો હતો. ફિલ્મને સિદ્ધાર્થ આનંદ ડાયરેક્ટ કરી રહ્યા છે અને આ ફિલ્મમાં દીપિકા પાદુકોણે મહત્વપૂર્ણ રોલમાં જાેવા મળશે.