Western Times News

Gujarati News

બિસ્માર માર્ગોની મરામત અને વરસાદી પાણીના અસરગ્રસ્તોને સહાયની ભરૂચ જીલ્લા કોંગ્રેસની માંગ

(તસ્વીરઃ- વિરલ રાણા, ભરૂચ)

જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરતા સાત દિનમાં સમસ્યાનો હલ કરવાની કલેકટરની બાહેંધરી
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર અને જીલ્લા ના બિસ્માર બનેલ માર્ગો અને અસરગ્રસ્તો ને સહાય ની માંગણી સાથે જીલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ચોમાસા માં ભરૂચ શહેર અને જીલ્લા ના માર્ગો પર ઉંડા ઉંડા ખાડા પડી જતા ઉબડખાબડ થઈ ગયેલ રોડ ની મરામત માટે ની માંગણી કરવા સાથે વરસાદી પાણી ના ભરાવા થી લોકો ને થયેલ નુકસાની ના વળતર રૂપે કેસડોલ ચુકવવાની માંગણી સાથે ભરૂચ જીલ્લા કોંગ્રેસ દ્વારા જીલ્લા કલેકટર ને આવેદન પાઠવી ઉગ્ર રજુઆત કરવા સાથે દિન સાત માં કાર્યવાહી નહિ કરવામાં આવે તો ઉગ્ર આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.

આવેદનપત્ર પાઠવવામાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા,શહેર પ્રમુખ વિક્કી સોખી,નગર પાલિકા વિપક્ષ ના નેતા સમશાદઅલી સૈયદ,દંડક હેમેન્દ્ર કોઠીવાલા,પ્રવક્તા નાઝુ ફડવાલા,પૂર્વ તાલુકા પ્રમુખ દિલાવર પટેલ,આગેવાન સુલેમાન પટેલ,માવસંગ પરમાર,મકબુલ અભલી,મગન પટેલ સહિત શહેર અને જીલ્લા ના કોંગી અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.