Western Times News

Gujarati News

આમિર ખાન અને સુષ્મિતાની પુત્રીઓની ફ્રેન્ડશીપ છવાઈ

મુંબઈ: બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની દીકરી ઈરા ખાન સોશિયલ મીડિયા પર સતત છવાયેલી રહે છે. ઈરાની તસવીરો સોશિયલ મીડિયા યુઝર્સ વચ્ચે ખૂબ પસંદ કરવામાં આવે છે. જ્યારે સુષ્મિતા સેનની દીકરી રિની સેન પણ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. હાલમાં જ રિનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી એક ફોટો શેર કરી છે, જેમાં તે આમિર ખાનની દીકરી ઈરા સાથે દેખાય છે.

બંનેની આ તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહી છે. જેમાં બંને વચ્ચેની દોસ્તી દેખાઈ રહી છે. હકીકતમાં ઈરા ખાન અને રિની સેન ખૂબ જ સારી મિત્ર છે. બંને એકબીજાની કંપનીને ખૂબ એન્જાેય કરે છે. એવામાં હાલમાં જ રિની સેને ઈરા ખાન સાથે આ ફોટો શેર કર્યો છે. જેમાં રિની અને ઈરાની બોન્ડીંગ સ્પષ્ટ દેખાઈ રહી છે. તસવીર જાેઈને જાણી શકાય છે કે બંને વચ્ચે ગાઢ મિત્રતા છે. રિનીએ શેર કરેલી તસવીરમાં કેપ્શન આપ્યું છે, ખૂટે નહીં તેટલી વાતો અને ઘણું બધું.

ફેન ફોલોઈંગના મામલામાં પણ ઈરા ઘણી બોલિવૂડ સેલેબ્રિટીઓથી આગળ છે. જાેકે હજુ સુધી ઈરાએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીથી અંતર બનાવી રાખ્યું છે અને આગળ પણ તેનો પ્લાન બોલિવૂડમાં એન્ટ્રી કરવાનો નથી. જ્યારે સુષ્મિતા સેનની દીકરીની વાત કરીએ તો રિની ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે. રિની એક શોર્ટ ફિલ્મમાં કામ કરી રહી છે. જેનું ટાઈટલ સુટાબાજી છે.

ફિલ્મમાં રિની દિવ્યા કુમારની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે, જેમાં તેની સાથે રાહુલ વોહરા અને કોમલ છાબડા પણ જાેવા મળશે. ઉલ્લેખનીય છે કે ઈરા ખાન થોડા સમય પહેલા જ બ્રેકઅપ થયું હતું. જાેકે બાદમાં તેનું આમિર ખાનના જિમ ટ્રેનર સાથે અફેર ચાલતું હોવાની વાત પણ સામે આવી હતી. બંનેની તસવીરો પણ સાથે જાેવા મળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.