Western Times News

Gujarati News

નવા વર્ષની પાર્ટી કરીને દમણથી આવતાં તમામનો રેપિડ ટેસ્ટ નેગેટિવ આવતાં તંત્રને રાહત

તમામનો રેપિડ ટેસ્ટ નેગેટિવ આવતાં રાહત
કોરોના મહામારીને પગલે એક સાથે એક જ રાતમાં ૧૨૦૦ જેટલા લોકોની ધરપકડ અને ત્યારબાદ તેઓની જામીનની વ્યવસ્થા વચ્ચે કોરોનાના ટેસ્ટની પણ વલસાડ પોલીસ દ્વારા આગોતરી વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમ – જેમ દારૂડિયાઓ પકડાઈ રાા હતા તેમ તેમ તેઓનો રેપિડ ટેસ્ટ કરવામાં આવી રાો હતો. સદ્‌નસીબે એક પણનો ટેસ્ટ પોઝીટીવ ન આવતાં પોલીસ તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો હતો.

(પ્રતિનિધિ) સુરત,  સંઘ પ્રદેશ દીવ – દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રમાં થટી ફસ્ટ અને નવા વષની ઉજવણી કરીને પરત ફરી રહેલા લોકોએ નવા વષના પહેલા જ દિવસે પોલીસ લોકઅપમાં વિતાવવાનો વારો આવ્યો હતો. કોરોના મહામારી વચ્ચે પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને ન્યૂ યર અને થટી ફસ્ટની સંયમિત ઉજવણીની વિનંતી સાથે છાટકા બનીને ગુજરાતમાં પ્રવેશનારાઓ માટે ગભિત ચેતવણી છતાં પાટીરસિયાઓ વિરુદ્ધ વલસાડ પોલીસની સખ્ત કાયવાહીને પગલે ૧૨૦૦થી વધુ પિધેલાઓને આખી રાત લોકઅપમાં વિતાવવાનો વારો આવ્યો હતો.

જાે કે, પોલીસ દ્વારા આટલી મોટી સંખ્યામાં નાગરિકોની ધરપકડની શક્યતાને પગલે પહેલેથી જ હાઈવેની આસપાસ આવેલ હોલ અને પાટી પ્લોટો રિઝવ રાખવામાં આવ્યા હતા. વલસાડ પોલીસ દ્વારા દારૂ પીને ગુજરાતમાં પ્રવેશનારા વાહન ચાલકો પર આખી રાત તવાઈ બોલાવવામાં આવી હતી.

વલસાડ જિલ્લાની ૧૮ ચેક પોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને દમણ – સેલવાસ અને મહારાષ્ટ્રમાંથી દારૂ ઢીંચીને ગુજરાતમાં આવનારા તમામ વાહન ચાલકોની એક પછી એક ધરપકડ કરતાં સવાર સુધી આંકડો ૧૨૦૦ પર પહોંચ્યો હતો. વલસાડના પારડી પોલીસ મથકમાં સૌથી વધુ ૨૭૪ કેસો નોંધાયા હતા. જ્યારે અન્ય ચેક પોસ્ટ પરથી દારૂ પીધેલી હાલતમાં નાગરિકોની ધૅપકડ કરવામાં આવી હતી.

હોલ – પાર્ટી પ્લોટની વિશેષ વ્યવસ્થા
વલસાડ પોલીસ દ્વારા દર વષે મોટી સંખ્યામાં સંઘ પ્રદેશ દમણ અને સિલવાસા સહિત મહારાષ્ટ્રથી દારૂ પીને ગુજરાતમાં પ્રવેશ કરનારા વાહન ચાલકો – નાગરિકો વિરુદ્ધ ઓપરેશન ચલાવવામાં આવે છે. જેના ભાગરૂપે રાજાપાઠમાં થટી ફસ્ટ – ન્યૂ યરની ઉજવણી કરીને પરત ફરી રહેલા લોકોનો આંકડો દર વષે વધી રાો હોય આ વષે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાના ભાગરૂપે હાઈવે પર આવેલ હોલ અને પાટી પ્લોટનું આગોતરૂં આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આ ૧૨૦૦ દારૂડિયાઓને આખી રાત રાખવામાં આવ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.