Western Times News

Gujarati News

નેવી કર્મચારીએ નકલી પોલિસ પાસે આઈકાર્ડ જાેવા માંગતા તમાચો માર્યો

પોલીસે ગુનો દાખલ કરી નંબર પ્લેટના આધારે બદમાશોને ઝડપી પાડવાના ચક્રોગમિતાન કર્યા

સુરત, અમરોલી જુના કોસાડ રોડ ખાતે વોકિંગમાં નિકળેલા બે મિત્રોને બાઈક પર આવેલા બે બદમાશો પોતાની ઓળખ પોલીસ તરીકે આપી માસ્ક કેમ નથી પહેર્યુ ચાલ પોલીસ સ્ટેશનમાં હોવાનુ કહી દમદાટી આપી પોલીસનો આઈકાર્ડ માંગતા લાફો મારી ભાગી ગયા હતા. પોલીસે ગુનો દાખલ કરી નંબર પ્લેટના આધારે ડુપ્લીકેટ પોલીસે ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા.

અમરોલી પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કોસાડ રોડ શિવનગર સોસાયટીમાં રહેતા શની પ્રકાશ પ્રજાપતિ (ઉ.વ.૨૬) ઉધના દરવાજા ખાતે પ્નિન્ટીંગ યુનિટમાં ઍકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. સની ગત તા ૨ના શનિવારના રોજ રાત્રે નવેક વાગ્યે મર્ચટ નેવીમાં મરીન ઍન્જીનીયર તરીકે નોકરી કરતા તેના મિત્ર ક્રુણાલ ગિરીશ પ્રજાપતિ (રહે, હરીસિધ્ધ સોસાયટી કોસાડ રોડ) તેની સોસાયટીથી સ્વસ્તિક કોમ્પલેક્ષ  સુધી વોકિંગ કરતા હતા.

તે વખતે બાઈક બે અજાણ્યાઓ આવ્યા હતા અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી સનીએ માસ્ક તેના નાકથી નીચેના ભાગે હોવાથી માસ્ક કેમ પહેયું નથી. ચાલ પોલીસ સ્ટેશન  કહી કોલર પકડી તેમની બાઈક પર બેસવા માટે કહ્નાં હતુ. જેથીં ક્રુણાલે પોલીસ તરીકેનો આઈકાર્ડ માંગી, કયા પોલીસ સ્ટેસનમાં છો તેવુ પુછતા બદમાશોઍ પોલીસકાર્ડ બતાવ્યો ન હતો.

ક્રુણાલે પોતે નેવીમાં નોકરી કરતો હોવાની અોળખાણ આપતા તેને લાફો માર્યો હતો. અને બંને મિત્રોના માસ્ક ઉતરાવીને માસ્ક વગરના તથા માસ્ક પહેરેલાના ફોટા પાડય હતા. ત્યારબાદ બાઈક પર ભાગી ગયા હતા. બનાવ અંગે પોલીસે સનીની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.