સલમાને કેટરિના કૈફની બહેનને આશિર્વાદ આપ્યા
મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ કેટરીના કૈફની બહેન ઈસાબેલ કૈફ જલ્દી જ બોલિવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. તેની પહેલી ફિલ્મ સુસ્વાગતમ ખુશામદીદનો ફર્સ્ટ લુક હાલમાં જ રિલિઝ કરવામાં આવ્યો છે, જેમાં એક્ટ્રેસ સાથે પુલકિત સમ્રાટ દેખાય છે. કેટરિના કૈફને બોલિવુડમાં પોતાની જગ્યા બનાવવા માટે મદદ કરનારા સલમાન ખાને તેની બહેન ઈસાબેલની અપકમિંગ ફિલ્મને લઈને સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે ઈસાબેલ અને પુલકિત સમ્રાટને તેમની અપકમિંગ ફિલ્મ માટે શુભકામનાઓ પાઠવી છે.
સલમાન ખાને ‘સુસ્વાગતમ ખુશામદીદનું પોસ્ટર શેર કરતા લખ્યું છે કે, અરે વાહ પુલકુ અને ઈસા.. તમે બન્ને સુસ્વાગતમ ખુશામદીદમાં એક સાથે ઘણાં પ્યારા લાગી રહ્યા છો. બન્નેને ખુબ ખુબ શુભકામનાઓ. ગોડ બ્લેસ યુ. આ ફોટોમાં ઈસાબેલ અને પુલકિત બન્ને બ્લેક આઉટફિટમાં દેખાય છે. તો સલમાન ખાનની પોસ્ટ પર ઈસાબેલે પણ પ્રતિક્રિયા આપી છે. સલમાન ખાન તરફથી મળેલી શુભકામનાઓ પર પ્રતિક્રિયા આપતા ઈસાબેલે તેને ધન્યવાદ કહ્યું છે.
તમને જણાવી દઈએ કે હાલમાં જ પુલકિત સમ્રાટ અને ઈસાબેલ સ્ટારર સુસ્વાગતમ ખુશામદીદનું પોસ્ટર શેર કરવામાં આવ્યું છે. ઈસાબેલે પોતાની પહેલી ફિલ્મનું પહેલું પોસ્ટર શેર કરતા લખ્યું છે કે, નમસ્તે આદાબ. હવે જલ્દી જ આપની સાથે મુલાકાત થશે. હું તમારી સાથે પહેલું પોસ્ટર શેર કરતા ઘણી ખુશી અનુભવુ છું. ફિલ્મમાં ઈસાબેલ આગારાની રહેવાસી નૂરની ભૂમિકા નિભાવી રહી છે તો પુલકિત દિલ્હીના યુવાન અમનની ભૂમિકામાં જાેવા મળશે.