Western Times News

Gujarati News

વેક્સિન પર દુનિયામાં ભારતની જય-જયથી ચીનને પેટમાં દુઃખ્યું

નવી દિલ્હી, ભારતની વેક્સીન ડિપ્લોમસીથી ચીનના પેટમાં તેલ રેડાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કોરોના મહામારી વચ્ચે ભારતની વેક્સીન મૈત્રીના અભિયાને ચીનને દક્ષિણ એશિયામાં બેકફૂટ પર ધકેલી દીધું છે. ચીની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સ ભારતના અભિયાન વિરુદ્ધ દુષ્પ્રચાર અને તેને બદનામ કરવામાં લાગી ગયું છે. જ્યારે ભારતે પહેલાથી જ શ્રીલંકા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને છોડીને તમામ સાર્ક દેશોને ભારતના સીરમ ઈન્સ્ટીટ્યૂટની કોવિશીલ્ડ વેક્સીન ગિફ્ટ આપી છે.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વેક્સીનને લઈને વાતચીત ચાલુ છે. ભારતનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં સ્થાનિક રેગ્યુલેટર તરફથી વેક્સીનનો ઉપયોગને મંજૂરી મળ્યા બાદ તેને વેક્સીનની ખેપ સપ્લાઈ કરાશે. ભારતે અફઘાનિસ્તાનને વિશ્વાસ અપાવ્યો છે કે તે તેની પ્રાથમિકતાની લિસ્ટમાં ઉપર છે. ભારત તરફથી ૨૭ જાન્યુઆરીએ શ્રીલંકાને કોરોના વેક્સીનના ૫ લાખ ડોઝ આપવામાં આવશે.

જ્યારે ગ્લોબલ ટાઈમ્સે ભારતની વેક્સીન મૈત્રી વિરુદ્ધ દુષ્પ્રચાર કરતા સીરમ ઈન્સ્ટીટ્યૂટમાં આગ લાગવાની ઘટના બાદ ભારતના વેક્સીન મેન્યુફેક્ચરિંગ ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા છે. ગ્લોબલ ટાઈમ્સે દાવો કર્યો છે કે ચીનમાં રહેનારા ભારતીય ચીની વેક્સીનને મહત્વ આપી રહ્યા છે.

ગ્લોબલ ટાઈમ્સે બીબીસીની રિપોર્ટનો ઉલ્લેખ કરીને દાવો કર્યો છે કે પેશેંટ્‌સ રાઈટ્‌સ ગ્રુપ ઓફ ઈન્ડિયા ડ્રગ એક્શન નેટવર્કનું કહેવું છે કે સીરમે કોવિશીલ્ડને લઈને બ્રીઝિંગ સ્ટડી પૂરી કરી નથી.

ભારતના પ્રયાસોથી વિરુદ્ધ ચીનને ઘણા ઓછા અને તેવા દેશોએ વેક્સીન આપવાની ઓફર કરી છે જ્યાં રાજનનીતિક અને આર્થિક રૂપથી પ્રભાવ મેળવવા ઈચ્છે છે. નેપાળમાં ડ્રગ રેગ્યુલેટરે હજુ સુધી ચીનની વેક્સીનને મંજૂરી આપી નથી. જ્યારે માલદીવ સરકારના સૂત્રોનું કહેવું છે કે ચીન તરફથી કોવિડ-૧૯ વેક્સીનની કોઈ પણ પ્રકારની સપ્લાઈના સંકેત મળ્યા નથી. આટલું જ નહીં ચીનના નિકટના દેશ કંબોડિયાએ પણ ભારત પાસેથી વેક્સીનનો આગ્રહ કર્યો છે.

ભારતે પાછલા અઠવાડિયે જ કહ્યું હતું કે, ઘણા દેશોએ અમારી વેક્સીનમાં રસ દાખવ્યો છે. અમે વેક્સીન મેન્યુફેક્ચરિંગ હબ છીએ. સરકારે એમ પણ કહ્યું કે, ભારત પાર્ટનર દેશોને ચરણબદ્ધ રીતે વેક્સીન પૂરી પાડશે. ભારત તરફથી સાઉદી અરબ, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, મોરક્કો, બાંગ્લાદેશ અને મ્યાનમારમાં વેક્સીન સપ્લાઈ થઈ રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.