Western Times News

Gujarati News

કાશ્મીરમાં સરહદે પાકિસ્તાનનું ડ્રોન દેખાતા સૈન્ય એલર્ટ

Files Photo

શ્રીનગર: ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે એક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન જાેવા મળ્યું હતું. જેને પગલે સૈન્ય એલર્ટ થઇ ગયું હતું અને આ વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધુ હતું. જાેકે કોઇ ખાસ હજુસુધી તપાસમાં મળી આવ્યું નથી પણ શોધખોળ હજુ પણ ચાલી રહી છે તેમ સૃથાનિક સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું.

સામાન્ય રીતે પાકિસ્તાન આવા ડ્રોનના માધ્યમથી ભારતીય વિસ્તારમાં આતંકીઓ માટે હિથયારો નાખતું હોય છે. જેને પગલે સર્ચિંગમાં એ પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું કે આ ડ્રોનનો જમ્મુના આ વિસ્તારમાં મોકલવાનો હેતુ શું અને હથીયારો કોઇ ભારતીય સરહદમાં નાખ્યા છે કે કેમ. હજુ થોડા દિવસ પહેલા જ પાકિસ્તાને આવા જ ડ્રોનની મદદથી એક એકે-૪૭ રાઇફલ, એક પિસ્તોલ અને કેટલીક વિસ્ફોટક સામગ્રી ફેકી હતી.

બીજી તરફ શોપિયાંમાં સૈન્યના સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓના એક મોટા હુમલાને ટાળવામાં સફળતા મળી હતી. ઇનપુટના આધારે તપાસ દરમિયાન સૈન્યને મોટા પ્રમાણમાં આઇઇડી મળી આવ્યું હતું. પોલીસ અને સૈન્યને સુચના મળી હતી કે આ વિસ્ફોટકોનો ઉપયોગ સૈન્ય પર કોઇ મોટા હુમલા માટે કરવામાં આવનારો છે. જે બાદ સર્ચ ઓપરેશન હાથ ધરતા તેને ઝડપી પાડવામાં આવ્યું હતું. જાેકે આતંકીઓની શોધખોળ ચાલી રહી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.