Western Times News

Gujarati News

વિરપુર તાલુકામાં વાવાઝોડુ ફૂંકાતા મકાનોના છાપરા ઉડ્યા 

કોયલા ગામના ઓઢા વિસ્તારોના છ જેટલા મકાનોને નુકસાની..એક મકાન અને શાળાને વધારે નુકસાન..

તાઉ-તે સાઈકલોની અસર વિરપુર તાલુકામાં પણ જોવા મળી હતી રવીવારના બપોરના સમયે અચાનક તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફુંકાયો હતો  વરસાદની આગાહી વચ્ચે છૂટા છવાયા હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડયા હતાં  દરમિયાન તો કેટલાક વિસ્તારોમાં થોડો સમય માટે ભારે પવન ફુંકાયો હતો જેમાંં તાલુકાના કોયલા ગમાના વિસ્તારમાંં મકાનો, પ્રાથમિક શાળા અને વિજ જોડાણ થાંભલાઓને ભારે નુકસાની થઈ હોવાના અહેવાલ મળ્યા છે

ઓઢા વિસ્તારમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી હતી અચાનક આવેલા વાવાઝોડામા ઓઢા ગામની પ્રાથમિક શાળાના છાપરા ઉડી ગયા હતા તેમજ ગામના બીજા છ જેટલા મકાનોને નાની મોટી સંખ્યામાં નળીયા અને પતરા ઉડી ગયા હતા જેમાં કમળાબેન કુશાલ ભાઈના રહેણાંક મકાનને ભારે નુકસાની થઈ હતી જેમાં ધરના આગળના ભાગના પતરા અને એક મકાનનો હિસ્સો પવનના કાારણે  ટુટી પડ્યો હતો

જેના કારણે મકાનને‌ ભારે નુક્સાન થયું હતું  ઉપરાંત પવનની ગતિ એટલી હદે ગંભીર હતીી જેમાં વિજ પુરવઠો પણ થોડા સમય માટે ખોરવાયો હતો જોકે વિજ કર્મીઓ ધટનાની જાણ થતાં એન્જિનિયર સહિતની ટીમ ધટના સ્થળે દોડી આવી હતી પાચ જેટલા વિજ થાંભલાઓને પડી ગયેલા યુધ્ધના ધોરણે નવા વિજ થાંભલા ઊભા કરી દેવામાં આવ્યા હતા જોકે ધટનાની જાણ થતાં તાલુકા વિકાસ અધિકારી સહિત તલાટી તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સર્વેની કામગીરી હાથ ધરી હતી…


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.