Western Times News

Gujarati News

કસ્ટમ્સ-GST વિભાગની સ્પેશ્યલ ડ્રાઈવ-નાના ઉદ્યોગોને ર૦૧૭થી અટવાયેલા રીફંડ મળશે

(એજન્સી) અમદાવાદ, નાના ઉદ્યોગકારો અને નાના વેપારીઓની સલવાયેલા રીફંડ તાત્કાલીક રીતે મળી રહે એ માટે સીબીઆઈસીએએ સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કર્યુ છે. આ ડ્રાઈવ એક સપ્તાહની હશે જેમાં ઉદ્યોગકારના વર્ષ ર૦૧૭ થી જીએસટી અને કસ્ટમમાં સલવાઈ રહેલા રીફંડ પરત મળશે. કપરા સમયમાં ઉદ્યોગકારોને રીફંડ પરત મળતા આર્થિક મદદ મળશે.

એમએસએમઈ અને નાના ઉદ્યોગકારોને કેશ મળ રહે એ માટે સીબીઆઈસીએ જીએસટી રીફંડ અને ડ્યુટી ડ્રો બેક જેના રીફંડ ક્લમ પેન્ડીંગ હોય તેમના તાત્કાલિક ધોરણે ભૂલો સુધારી જરૂરી દસ્તાવેજાે આપવા માટે જણાવ્યુ છે. જેથી તા.૧પમી મે ર૦ર૧ તા.૩૧ મે ર૦ર૧ દરમ્યાન રીફંડ ક્લેઈમની રકમ કરદાતાને તાત્કાલિક ધોરણે આપી શકાય.

અત્યારે બંધના કારણે દરેક ઉદ્યોગકારોની ઉઘરાણી ઓવર હેડમાં છે. ત્યારે ડીપાર્ટમેન્ટ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ ચલાવીને રીફંડ તાત્કાલીક અંશે પાસ કરવાના પરિપત્ર કરી જીએસટી અને કસ્ટમ ડીપાર્ટમેન્ટ ઉદ્યોગકારોના ફસાયેલા નાણાં પાછા આપવા માટે આગળ આવ્યુ છે.

આમ, ડીપાર્ટમેન્ટ દ્વારા તા.૧લી એપ્રિલ ર૦૧૭થી બાકી રહેલા રીફંડ ક્લેઈમ ઝડપથી પ્રોસેસ કરવા માટે કરદાતાને જરૂરી દસ્તાવેજાે રજુ કરી રીર્ફડ પ્રોસેસ કરવાની તજવીજ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.