Western Times News

Gujarati News

10 હજાર ડૉક્ટર તો કોરોના વેક્સીનનો ડબલ ડોઝ લીધા પછી મરી ગયા, બાબા રામદેવ

File

નવીદિલ્લી: યોગ ગુરુ બાબા રામદેવ એલોપેથી અને મૉડર્ન મેડિકલ સાયન્સન માટે આપેલા પોતાના નિવેદન અને ફરીથી તેને પાછુ લઈને પહેલાથી ચર્ચામાં છવાયેલા છે. એવામાં બાબા રામદેવનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલ વીડિયોમાં યોગ ગુરુ બાબા રામદેવે દાવો કર્યો છે કે ભારતમાં કોરોના વાયરસની વેક્સીનનો બંને ડોઝ મળ્યા બાદ પણ ૧૦,૦૦૦થી વધુ ડૉક્ટરોનો મોત થઈ ગયા છે. આ વીડિયોના વાયરલ થયાના એક દિવસ પહેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને રામેદેવને કડક શબ્દોમાં એક પત્ર લખીને એલોપેથિક દવા પર પોતાના ‘દૂર્ભાગ્યપૂર્ણ ‘નિવેદનોને પાછા લેવા માટે કહ્યુ હતુ.

રામદેવે ત્યારે પોતાનુ નિવેદન પાછુ લઈ લીધુ અને પત્રનો જવાબ આપીને તેમણે કહ્યુ હતુ કે તે એલોપેથીના વિરોધી નથી. હું બોલુ છુ તો કહે છે બાબા કેમ બોલે છે? હું બોલુ છુ તો કહે છે બાબા કેમ બોલે છે? સોશિયલ મીડિયા પર બાબા રામદેવના એક પછી એક ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં તે આધુનિક ચિકિત્સાની મજાક બનાવતા દેખાઈ રહ્યા છે. મોટાભાગના વીડિયો ક્લિપ જનતા સાથે રામદેવના યોગ પ્રદર્શન દૈનિક કાર્યક્રમ છે. આ વીડિયોમાં યોગ ગુરુ રામદેવ દર્શકોના એક સભ્યને વાયરસ સામે ફેફસાને મજબૂત કરવામાં યોગના અભ્યાસના ગુણો વિશે સલાહ આપતા દેખાય છે. વીડિયોમાં એક છોકરી કહે છે

તેના પિતાના ફેફસાનુ ઈન્ફેક્શન અનુલોમ-વિલોમ કરવાથી સારુ થઈ ગયુ છે. જેના જવાબમાં બાબા રામદેવ કહે છે, ‘હવે બોલો.. જાે તમે પોતાના પિતાને હોસ્પિટલમાં લઈ જાત તો ખબર છે ને તે ક્યાં પહોંચી જતા. હવે હું બોલુ છુ તો કહે છે બાબા કેમ બોલે છે? હવે કહો ૧૦ હજારથી વધુ ડૉક્ટર તો વેક્સીનનો ડબલ ડોઝ લઈને કોવિડથી મરી ગયા. ૧૦ હજારથી વધુ.’

એક અન્ય વીડિયોમાં પણ ઉડાવી ડૉક્ટરોની મજાક એક અન્ય વાયરલ વીડિયોમાં રામદેવને ફરીથી ડૉક્ટરોની મજાક ઉડાવતા અને કોવિડ-૧૯ વેક્સીનની પ્રભાવશાળીતાનો ઉપહાસ કરતા સાંભળી શકાય છે. બાબા રામદેવ કહે છે, ‘વેક્સીનનો બીજાે ડોઝ મળ્યા બાદ પણ ૧ હજાર ડૉક્ટરોના મોત થઈ ગયા છે. જાે તે ખુદને ન બચાવી શક્યા કયા પ્રકારના ડૉક્ટર છે?’ વીડિયોમાં રામદેવ આગળ કહે છે, ‘જાે તમે ડૉક્ટર બનવા માંગતા હોય તો સ્વામીની જેમ બનો જેમની પાસે કોઈ ડિગ્રી નથી પરંતુ તે બધાના ડૉક્ટર છે. કોઈ ડિગ્રી વિના, દિવ્યતા અને ગરિમા સાથે હું એક ડૉક્ટર છુ. ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને કહ્યુ હતુ કે કોવિડ-૧૯ની બીજી લહેરના કારણે દેશભરમાં ૨૪૪થી વધુ ડૉક્ટરોના મોત થઈ ગયા પરંતુ આમાંથી માત્ર સાત ડૉક્ટરોએ વાયરસ સામે રસી મૂકાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.