Western Times News

Gujarati News

પંજાબમાં રાજનીતિક અને સામાજિક પહેલ એતિહાસિક : માયાવતી

લખનૌ: પંજાબમાં આગામી વર્ષ યોજાનાર વિધાનસભા ચુંટણી માટે શિરોમણી અકાલી દળ અને બસપા વચ્ચે ગઠબંધન થયું છે ત્યારે બસપાના પ્રમુખ માયાવતીએ આ ગઠબંધન અંગે કહ્યું કે આ રાજનીતિક અને સામાજિક પહેલ એતિહાસિક પગલું છે.

માયાવતીએ આ ગઠબંધન પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે આજે શિરોણી અકાલી દળ અને બસપા દ્વારા જાહેર ગઠબંધન એક નવી રાજનીતિક અને સામાજિક પહેલ છે જે નિશ્ચિત જ રાજયમાં જનતાના બહુ પ્રતીક્ષિત વિકાસ પ્રગતિ અને ખુશહાલીના નવા યુગની શરૂઆત કરશે આ એતિહાસિક પગલા માટે લોકોને હાર્દિક અભિનંદન અને શુભકામના અન્ય એક ટ્‌વીટમાં માયાવતીએ કહ્યું કે આમ તો પંજાબમાં સમાજના દરેક વર્ષ કોંગ્રેસ પાર્ટીના શાસનમાં વ્યાપ્ત ગરીબી ભ્રષ્ટાચાર અને બેરોજગારીથી ઝઝુમી રહ્યાં છે પરંતુ તેનો સૌથી વધારે માર દલિત કિસાનો અને યુવાનો તથા મહિલાઓ પર પડયો છે જેનાથી મુક્તિ મેળવવા માટે આ ગઠબંધનને સફળ બનાવવાની ખુબ જરૂર છે.

આખરી ટ્‌વીટમાં લોકોને ગઠબંધનને સફળ બનાવવાની અપીલ કરતા માયાવતીએ લખ્યું કે પંજાબની સમસ્ત જનતાને પુરજાેર અપીલ છે કે તે અકાલી દળ અને બસપા વચ્ચે આજે થયેલ આ એતિહાસિક ગઠબંધનને પોતાનું પૂર્ણ સમર્થન આપતા ૨૦૨૨ના પ્રારંભમાં યોજાનાર વિધાનસભાની સામાય ચુંટણીમાં ગઠબંધનની સરકાર બનાવવામાં અત્યારથી જ લાગી જાય

આ દરમિયાન અકાલી દળના નેતા પ્રકાશ સિંહ બાદલે ફોન પર માયાવતીથી વાત કરી અને નવા ગઠબંધનને લઇ માયાવતીને અભિનંદન આપતાં કહ્યું કે અમે તમને તાકિદે પંજાબમાં આમંત્રિત કરીશું અકાલી અને બસપાએ ગઠબંધન કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.