Western Times News

Gujarati News

રાજ્યમાં ૧૫મી જુલાઈથી ધો-૧૨ની સ્કૂલો, કોલેજાે ૫૦ ટકા કેપિસિટી સાથે શરૂ કરી શકાશે

Files Photo

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ ર્નિણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં ૧૫મી જુલાઇ ૨૦૨૧ને ગુરુવારથી ધોરણ-૧૨ના વર્ગો, પોલિટેકનીક સંસ્થાનો અને કોલેજાે ૫૦% કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે. આવી સંસ્થાઓમાં વિદ્યાર્થિઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે.

રાજ્યમાં કોરોના મહામારી વકરતા ગુજરાત સરકારે ધોરણ ૧થી ૯ અને ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. . ત્યાર બાદ ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.
રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરએ આઠ મહાનગરોમાં જ રાત્રી કર્ફ્‌યૂનો અમલ કરાશે. આ રાત્રી કર્ફ્‌યૂ ૧૦ જુલાઇના રાત્રે ૧૦ કલાકથી ૨૦ જુલાઇના સવારે ૬ કલાક સુધીના સમય દરમિયાન દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી આ આઠ મહાનગરોમાં રહેશે.

ધોરણ ૯થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચિંગ/ટ્યૂશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦% વિદ્યાર્થીઓ સાથે બેચવાઇઝ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસઓપી સાથે ચાલુ રાખી શકાશે. કોર કમિટીની આ બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, શિક્ષણ અગ્ર સચિવ એસ. જે. હૈદર, મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર અને શિક્ષણ સચિવ વિનોદ રાવ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.