Western Times News

Gujarati News

મોટો ધડાકોઃ ગુજરાતમાં છેલ્લાં ૩ વર્ષમાં ૨૪૪ કસ્ટોડિયલ ડેથ

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લાં ૩ વર્ષમાં ૨૪૪ કસ્ટોડિયલ ડેથના આંકડા જાહેર કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. લોકસભામાં કસ્ટોડિયલ ડેથના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતમાં છેલ્લાં ૩ વર્ષમાં ૨૪૪ કસ્ટોડિયલ ડેથના આંકડા જાહેર થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

લોકસભામાં કસ્ટોડિયલ ડેથના જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વર્ષ ૨૦૨૦-૨૧માં ગુજરાતમાં ૯૯ કસ્ટોડિયલ ડેથ થયા હતા. જ્યારે વર્ષ ૨૦૧૯-૨૦માં ૬૫ કસ્ટોડિયલ ડેથ થયા છે અને ૨૦૧૮-૧૯માં ૮૦ કસ્ટોડિયલ ડેથ નોધાયા હોવાનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. કસ્ટોડિયલ ડેથનો મતલબ એવો પણ થતો નથી કે કસ્ટડીમાં પોલીસના દમનથી જ વ્યક્તિનું મૃત્યુ
થયું છે. કોઇ વ્યક્તિ જેલમાં બિમાર પડે અને મૃત્યુ પામે તો તેને પણ કસ્ટોડિયલ ડેથ ગણવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ૨૦૧૦થી ૨૦૧૭ એમ છેલ્લા ૮ વર્ષમાં ૪૭૦ વ્યક્તિનું કસ્ટોડિયલ ડેથ થયું છે. કસ્ટોડિયલ ડેથનું આ ઊંચું પ્રમાણ ખૂબજ ચિંતાજનક છે. અગાઉ ગુજરાતના માનવાધિકાર પંચ સમક્ષ દાખલ કરવામાં આવેલી એક આરટીઆઇ અરજીમાં આ ચોંકાવનારો ખુલાસો થયો હતો. જે અનુસાર વર્ષ ૨૦૧૭માં ગુજરાતમાં ૫૫ કસ્ટોડિયલ થયા હતા.

આ પૈકી સૌથી વધુ ૧૫ કસ્ટોડિયલ ડેથ અમદાવાદમાં છે, જેમાંથી બે મોત પોલીસ કસ્ટડીમાં જ્યારે ૧૩ મોત સાબરમતી સેન્ટ્રલ જેલમાં થયા હતા.૨૦૧૭ના વર્ષમાં ૫૫માંથી ૩૩ એટલે કે ૬૦% કસ્ટોડિયલ ડેથ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા મોટા શહેરમાં નોંધાયા હતા. જેમાંથી વડોદરા-સુરત-રાજકોટમાં ૬-૬ કસ્ટોડિયલ ડેથનો સમાવેશ થાય છે. સાદી ભાષામાં કહેવામાં આવે તો પોલીસ કસ્ટડીમાં કોઇ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેને કસ્ટોડિયલ ડેથ કહેવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.