Western Times News

Gujarati News

સુરતમાં ભાડાના મકાનમાં દારૂ બનાવતો દલાલ ઝડપાયો,રૂ.૩૬ હજારનો મુદ્દામાલ કબ્જે

સુરત: ગુજરાતમાં નહિ પણ ભારત ભરમાં કોરોનાની અસર તમામ લોકો ને થઈ હતી ખાસ કરીને વેપાર ધંધા પર તેની અસર જાેવા મળી હતી ત્યારે લોકો પોતાના વેપાર પણ બદલી નાખ્યા અથવા રોજીંદો વેપાર બંધ થતાં બીજા ગુનાના રવાડે ચડ્યા છે તેવો એક કિસ્સો સુરતના ઉમરા ગામમાં સામે આવ્યો ઉમરા ગામના નવા નવસાત મહોલ્લામાં ઉમરા પોલીસે માહિતીના આધારે દરોડા પડયા હતા, અને ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાનું કારખાનું ઝડપી પાડતા પોલીસ પણ ચોંકી ઉઠી હતું .પોલીસે રેડ કરી દારૂની ખાલી બોટલ, દારૂ બનાવવાનો કલ, માલ્ટ અને એસેન્સ કેમિકલ, સ્ટીકર તથા પુઠાના બોકસ વિગેરે મળી કુલ રૂ. ૩૬,૮૫૦ના મુદ્દામાલ સાથે જમીન દલાલની ધરપકડ કરી.

બાદમાં ઉમરા પોલીસે કલ્પેશ ઉર્ફે લાલો રામચંદ્ર સામરીયા (ઉ.વ. ૩૮) ની ધરપકડ કરી તેની પાસેથી જયાંથી માલ્ટ કેમિકલ અને એસેન્સની મદદથી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાનું કારખાનું ઝડપી પાડયું હતું. પોલીસે વિદેશી બનાવટની અલગ-અલગ બ્રાંડની ખાલી બોટલ અને સ્ટીકર, ૧૦ લિટર આલ્કોહોલ, દારૂ બનાવવાનો કલર, ૧ લિટર માલ્ટ કેમિકલ, ૨ લિટર એસેન્સ, પ્લાસ્ટિકના ૫ કેરબા, બોટલ પેક કરવા માટેના ૨ નંગ હેન્ડ પ્રેસીંગ મશીન, વિદેશી દારૂની બોટલના ઢાંકણ નંગ ૩૧૧૨, આલ્કોહોલની માત્રા ચેક કરવાનું મીટર, પુઠાના બોક્ષ, પ્લાસ્ટિકના ૨૦૦ લિટરનું પીપ, વિગેરે મુદામલ જપ્ત કર્યો.

પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરતા એક પછી એલ હકીકત સામે આવી તો જેની અંદર આ જમીન દલાલીનો વ્યવસાય કરતા હતા પણ કોરોના સમયે ઘણા સમયથી ધરે હતા જેથી કોઈ વેપાર કરી શક્યા ન હતા જેથી સરળ અને ઝડપી રૂપિયા કમાવવા માટે કમલેશ ઉર્ફે લાલો સામરીયા છેલ્લા ઘણા સમયથી કેમિકલની મદદથી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવી વેચાણ કરતો હોવાની કબૂલાત કરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.