Western Times News

Gujarati News

મોદી લાલ કિલ્લા પર સૌથી વધુ ૮ વખત તિરંગો ફરકાવનારા પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન

નવીદિલ્હી, દેશ આઝાદીની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે ૮મી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો. તેઓ પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન છે,કે જેમણે સૌથી વધારે એટલે કે ૮ વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો છે. અગાઉ અટલ બિહારી વાજપેયી ૬ વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવી ચૂક્યા છે, જ્યારે જવાહરલાલ નેહરુએ ૧૭ વખત તિરંગો ફરકાવ્યો હતો.

એ યાદ રહે કે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ સૌથી વધારે ૧૭ વખત તિરંગો ફરકાવ્યો છે, જે કોઈ વડાપ્રધાન દ્વારા લાલ કિલ્લા પરથી સૌથી વધારે વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યાનો રેકોર્ડ છે.દેશનાં એકમાત્ર મહિલા મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધી ૧૬ વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવી ચૂક્યાં હતાં,દેશના ૧૩મા વડાપ્રધાન મનમોહન સિંહ ૧૦ વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવી ચૂક્યા છે.જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે ૮મી વખત તિરંગો ફરકાવ્યો હતો.આ અગાઉ અટલ બિહારી વાજપેયી ૬ વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો, જેઓ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ બીજા એવા બિનકોંગ્રેસી વડાપ્રધાન હતા કે જેમણે સૌથી વધારે વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો.

રાજીવ ગાંધીએ ૫ વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો. દક્ષિણ ભારતમાંથી આવેલા પ્રથમ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવે પણ ૫ વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો. દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ ૨ વખત, જ્યારે દેશના પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન મોરારજી દેસાઈએ પણ ૨ વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો. જ્યારે ચૌધરી ચરણ સિંહ અને વિશ્વનાથ પ્રતાપ સિંહ, એચડી દેવેગૌડા, ઈન્દ્ર કુમાર ગુજરાલે ૧-૧ વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો.

દેશના ૧૪મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ એવા બિનકોંગ્રેસી વડાપ્રધાન છે, જેમણે સૌથી વધારે વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો છે. આ ઉપરાંત ૧૫મી ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ તેમણે અત્યારસુધીનું સૌથી લાંબું ભાષણ આપ્યું હતું, તેમણે ૯૪ મિનિટ સુધી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. ૧૫મી ઓગસ્ટ ભારત ઉપરાંત વિશ્વના ૫ અન્ય દેશ પણ છે, જેમણે આ દિવસે સ્વતંત્રતા મળી હતી. આ દેશમાં ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, બહેરીન, લિચેંસ્ટીન અને કોંગો દેશનો સમાવેશ થાય છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.