Western Times News

Gujarati News

કોલકાતામાં ૪,૨૫૦ કરોડના કિંમતી ધાતુ સાથે બે ઝડપાયા

કોલકાતા, કોલકાતા એરપોર્ટ પરથી એક વ્યક્તિ કરોડો રૂપિયાની કિંમતી ધાતુ સાથે ઝડપાઈ છે. આ વ્યક્તિ પાસેથી રેડિયોએક્ટિવ પદાર્થ કબજે લેવામાં આવ્યો છે. રિપોર્ટ્‌સ મુજબ સીઆઈડીએ બે લોકો પાસેથી ૨૫૦ ગ્રામ કેલિફોર્નિયમ જપ્ત કર્યું છે. જેની અંદાજીત કિંમત ૪,૨૫૦ કરોડ રૂપિયા થાય છે. ઝડપાયેલા બન્ને શખ્સો સૈલાન કર્માકર અને અસિત ઘોષ હુગલી જિલ્લાના રહેવાસી છે. આ આરોપીઓ પાસેથી મળેલી ધાતુનો ઉપયોગ ખાસ જગ્યાઓ પર કરવામાં આવે છે.

કેલિફોર્નિયમનો ઉપયોગ પોર્ટેબલ મેટલ ડિટેક્ટર્સમાં કરવામાં આવે છે. આ સિવાય સોના અને ચાંદીની ખાણની ઓળખ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ન્યુક્લિયર રિએક્ટર્સને સ્ટાર્ટ કરવા માટે પણ કેલિફોર્નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે આ ધાતુ ઘણી જ કિંમત અને ઊંચા ભાવે વેચાય છે. આ ધાતુનો ઉપયોગ તેલના કુવામાં પાણી અને તેલવાળી સપાટીને ઓળખવામાં પણ મદદરૂપ થાય છે.

પગમાં કંઈક ચમકતું દેખાયા બાદ આ બન્ને આરોપીઓને શકના આધારે પકડીને તપાસ કરતા મોટો ભાંડો ફૂટ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આરોપીઓના પગમાં ચમકી વસ્તુ દેખાયા બાદ તેમને તપાસ માટે રોકવામાં આવ્યા હતા જેમાં તેમની પાસે કિંમત કેલિફોર્નિયમ ધાતુ હોવાનું માલુમ પડ્યું હતું. ઝડપાયેલા બન્ને શખ્સો પાસેથી આ ધાતુને કબજે લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે આ ધાતુ કોના આદેશથી લઈ જવામાં આવી રહી હતી અને કયા કારણોથી તેને લઈ જવામાં આવતી તેની ઊંડી તપાસ કરવામાં આવશે.

કેલિફોર્નિયમ કુદરતી રીતે નથી મળતું. ૧૯૫૦માં અમેરિકાની એક લેબમાં તેને સિન્થેસાઈઝ કરવામાં આવ્યું હતું. આ એ ટ્રાન્સયુરેનિયમ એલિમેન્ટમાંથી એક છે જેને એટલા પ્રમાણમાં બનાવવામાં આવે છે કે તે નરી આંખો જાેઈ શકાય છે. તેનો રંગ ચાંદી જેવો હોય છે, જે લગભગ ૯૦૦ ડિગ્રી સેલ્સિયસ પર પીગળે છે. પ્યોર રૂપમાં આ ધાતુ એટલી મુલાયમ હોય છે કે તેને બ્લેડથી સરળ રીતે કાપી શકાય છે. રૂમ ટેમ્પ્રેચર પર તે કઠણ રહે છે. કેલિફોર્નિયમના તમામ આઈસોટોપ્સ પણ રેડિયોએક્ટિવ હોય છે.

કેલિફોર્નિયમ માણસના શરીરમાં ઝેરી ખોરાક કે ડ્રિંક દ્વારા પ્રવેશ કરે છે. આ સિવાય રેડિયોએક્ટિવ હવામાં શ્વાસ લેવાથી તેના કણ શરીરમાં જઈ શકે છે. એકવાર શરીરમાં તે પહોંચ્યા પછી લોહીમાં માત્ર ૦.૦૫% જ મળે છે. લગભગ ૬૫% કેલિફોર્નિયમ હાડકામાં જમા થઈ જાય છે, ૨૫% લિવરમાં અને બાકી અન્ય અંગોમાં તે જમા થાય છે અથવા શરીરમાંથી બહાર નીકળી જાય છે. હાડકામાં જમા કેલિફોર્નિયમ ૫૦ વર્ષ સુધી અને લિવરમાં રહેલું કેલિફોર્નિયમ ૨૦ વર્ષ સુધી રહે છે. કેલિફોર્નિયમનું રેડિએશન ટિશ્યુને ઘણુ જ નુકસાન પહોંચાડે છે. સતત રેડિએશનના સંપર્કમાં રહેવાથી કેન્સર થઈ શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.