Western Times News

Gujarati News

ખેડૂત ૯૦૦-૧૦૦૦ રૂપિયે ક્વિંટલનુ નુકશાન વેઠીને ધાન વેચવા માટે મજબૂર: પ્રિયંકા ગાંધી

લખનઉ, ખેડૂતોનુ સમર્થન કરીને કોંગ્રેસ મહાસચિવ તેમજ ઉત્તર પ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધીએ રાજ્યની યોગી આદિત્યનાથ સરકાર પર આકરો હુમલો કર્યો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ખેડૂત ૯૦૦-૧૦૦૦ રૂપિયે ક્વિંટલનુ નુકશાન વેઠીને ધાન વેચવા માટે મજબૂર છે કે જે સંપૂર્ણપણે અન્યાય છે. એમએસપી ખેડૂતોનો હક છે. કોંગ્રેસ પૂરી મજબૂતીથી આ હક માટે લડશે.

વાસ્તવમાં, ખેડૂત સંગઠનોએ કૃષિ કાયદા અને લખીમપુર હિંસા મામલે ગૃહ રાજ્યમંત્રીની ધરપકજ ન થવા સામે ૬ કલાકનુ દેશવ્યાપી રેલ રોકો આંદોલન સોમવારે કર્યુ હતુ. આ વિરોધ પ્રદર્શનના કારણે યુપીની રાજધાની લખનઉમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી હતી. સાથે જ લખનઉ પ્રશાસને સૂચના આપી હતી કે ખેડૂત સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલા રેલ રોકો આંદોલનમાં ભાગ લેતા લોકો સામે પોલિસ કાર્યવાહી કરશે. જાે કોઈ સામાન્ય સ્થિતિને બગાડવાની કોશિશ કરશે તો તેના પર એનએસએ લગાવવામાં આવશે.

હવે આને લઈને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મંગળવાર(૧૯ ઓક્ટોબર) ટિ્‌વટ કરીને રાજ્યની યોગી આદિત્યનાથ સરકાર પર હુમલો કર્યો છે. પ્રિયંકા ગાંધીએ લખ્યુ, ‘ભાજપ સરકાર ખેડૂતો પર એનએસએ લગાવશે, ખેડૂતોને ધમકાવશે પરંતુ ખેડૂતોને એમએસપી નહિ આપે. ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ખેડૂતો ૯૦૦-૧૦૦૦ રૂપિયે ક્વિટલનુ નુકશાન વેઠીને ધાન વેચવા માટે મજબૂર છે કે જ અન્યાય છે. એમએસપી ખેડૂતોનો હક છે. કોંગ્રેસ પૂરી મજબૂતીથી આ હક માટે લડશે.’

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધી સોમવારે રાતે લખનઉ પહોંચ્યા છે અને યુપી ચૂંટણીને લઈને તે ઘણા સક્રિય જાેવા મળી રહ્યા છે. પ્રિયંકા ગાંધી આજે બપોરે ૧ વાગે રાજધાની લખનઉ સ્થિત કોંગ્રેસ કાર્યાલય પર પ્રેસ કૉન્ફરન્સ કરશે. જાે કે, જાેવાની વાત એ હશે કે પ્રિયંકા ગાંધી કયા મુદ્દે પ્રેસ કૉન્ફરન્સ કરશે. જાે કે, એવી ચર્ચા છે કે પ્રિયંકા ગાંધી આજે યુપી વિધાનસભા ચૂંટણીની ટિકિટ વહેંચણીમાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપવાનુ એલાન કરી શકે છે.

તમને જણાવી દઈએ કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સોમવારે શાહજહાંપુર જિલ્લામાં અદાલત પરિસરમાં એક વકીલની હત્યા કરવાની ઘટનાને લઈને સરકાર પર નિશાન સાધ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે આજકાલ ઉત્તર પ્રદેશમાં કોઈ સુરક્ષિત નથી. ભલે તે મહિલાઓ હોય, ખેડૂત હોય કે પછી વકીલ જ કેમ ન હોય.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.