Western Times News

Gujarati News

બાળકી સાથે દુષ્કર્મના આરોપીને ફાંસી આપવાની માગ કરાઈ

સુરત, સુરત શહેરના પાંડેસરામાં દિવાળીના દિવસે અઢી વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ અને હત્યાના કેસમા કોર્ટમાં ચુકાદો આવશે.

પાંડેસરા પોલીસે બાળકી ગુમ થયા બાદ ગણતરીના દિવસોમાં મૃતદેહને શોધી કાઢ્યા બાદ આરોપીની ધરપકડ કરી તમામ પુરાવાઓ ભેગા કર્યા હતા. ગણતરીના દિવસોમાં એટલે કે લગભગ ૭ દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

બન્ને પક્ષકારોની દલીલો પૂર્ણ થયા બાદ આજે ચુકાદો આવવાની શક્યતા છે. આ કેસમાં સરકારી વકીલ નયનભાઈ સુખડવાળાએ કરતાં કહ્યું કે, મોટાભાગના લોકો આ બર્બરતાપૂર્ણ કૃત્યની સજા ફાંસીથી ઓછી ન હોય શકે તેમ કહે છે.

દિવાળીના દિવસે મૂળ બિહારનો વતની ગુડડું યાદવે અઢી વર્ષની માસુમનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણકારી મળતા જ, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ૧૦૦ પોલીસ કર્મીની ટીમ બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન પોલીસને માસુમની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.

ત્યારે પોલીસે આસપાસના સીસીટીવીની તપાસ કરી હતી જેમાં આરોપી ગુડડું માસુમને લઈ જતો નજરે પડ્યો હતો. આરોપી ગુડડું યાદવે અપહરણ દુષ્કર્મ અને હત્યાને અંજામ આપી સુરતમાં જ પોતાના મિત્રના ઘરે સંતાઈ ગયો હતો.

જાેકે પોલીસ હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે આરોપી સુધી પહોંચી હતી. આરોપીની અટકાયત કર્યા બાદ કડકાઈથી પૂછપરછ કરવામાં આવતા આરોપીએ ગુનો કબુલ્યો હતો. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતુ કે, આરોપીના મોબાઈલમાં પોર્ન ફિલ્મ મળી આવી છે.

જેને પુરાવા તરીકે કબ્જે કરવામાં આવ્યા છે. બાળકી સાથે અઘટિત ઘટના ઘટી છે કે કેમ તે માટે Test કરવામાં આવ્યું હતું. જેમાં બાળકી સાથે બર્બરતા આચરવામાં આવી છે તેવું સામે આવ્યુ હતુ. બાળકી સાથે દુષ્કર્મ આચારી તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે.

આ મામલે પોલીસે ૨૪૬ પાનાની ચાર્જશીટ રજૂ કર્યા બાદ ઈન્સાફી કાર્યવાહી શરૂ કરી હતી. ડોક્ટરો, એફએસએલ, આરોપીના ઘર માલિક, મિત્ર અને અન્ય સાક્ષીઓની સર અને ઉલટ તપાસ પૂરી થઈ ગયા બાદ અંતિમ દલીલો પહેલી ડિસેમ્બરના રોજ મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલા કોર્ટ સમક્ષ રજૂ કરી હતી.

અઢી વર્ષની બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનાર તબીબના જણાવ્યા મુજબ, બાળકી સાથે એટલી હદે ક્રુરતા કરવામાં આવી હતી કે, યોનિમાંથી આંતરડા બહાર આવી ગયા હતા. ઉપરાંત સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય પણ આચરવામાં આવ્યું હતું. બાળકીનું મોઢું અને નાક દબાવી શ્વાસ રૂંધાવી હત્યા કરી હોવાથી મોંઢા અને નાક પાસે પણ ઇજાના નિશાન મળી આવ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.