Western Times News

Gujarati News

દિવ્યાંગ યુવતીને તેનો ભાઈ સાંકળેથી બાંધી મારઝૂડ કરતો

ઈડર, ઇડરમાં ત્રણ દિવસ અગાઉ અસ્થિર મગજની મહિલા સાથે દુષ્કર્મની ઘટનાએ ઇડરમાં ચકચાર મચાવી હતી. પરંતુ આજે ઇડરના સુરપુરની દિવ્યાંગ યુવતી પર તેના ભાઈ દ્વારા જ અમાનુષ અત્યાચાર ગુજારવામાં આવતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા અરેરાટી વ્યાપી ગઈ છે.

ઇડરના સુરપુરની દિવ્યાંગ યુવતીને તેનો ભાઇ પગે સાંકળેથી બાંધી રાખી મારઝૂડ કરતા ભાઈ સામે ગુનો નોધાયો છે. ઇડર-હિંમતનગર હાઇવે પર ત્રિમૂર્તિ પ્લાઝા પાસેથી અસ્થિર મગજની યુવતી મળી હતી. સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવતીની પૂછપરછ કરી હતી.

જેમાં સૌથી મોટો ખુલાસો થયો છે. યુવતી બોલી ન શકતાં યુવતીને ઇશારામાં વાત કરી પોલીસે તેને ઘરે જવાનું કહેતા બે હાથ જાેડી ઘરે જવાનું ના કહ્યું હતું. પોલીસની તપાસમાં યુવતીનો ભાઇ તેને ઘરમાં બાંધી રાખી મારઝૂડ કરતો હતો.

આ અંગે ઇડર પોલીસે યુવતીના ભાઇ સામે ફરિયાદ નોંધી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, રવિવારે ઇડર-હિંમતનગર હાઇવે પર આવેલ ત્રિમૂર્તિ પ્લાઝા પાસે વહેલી સવારે ઇડર તાલુકના સુરપુર ગામની અસ્થિર મગજની યુવતી એક પગે સાકળ બાંધેલી મળી આવતાં ચકચાર મચી હતી.

યુવતી અસ્થિર મગજની હોઇ બોલી શકતી ન હતી. જેના કારણે સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવતીની પૂછપરછ કરી હતી. પોલીસે યુવતી સાથે વાતચીત કરવાની કોશિશ કરી હતી, પરંતુ બોલી ન શકતાં યુવતીને ઇશારામાં વાત કરી હતી.

પોલીસે યુવતીને ઘરે જવાનું કહેતા બે હાથ જાેડી ઘરે જવાની ના પાડી હતી અને તેને ચાર દિવસથી જમવાનું મળ્યું નથી તેવું જણાવતા પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોલીસે યુવતીને હિંમતનગર ખસેડી હતી, જ્યાં વધુ પુછપરછમાં જાણવા મળ્યું હતું કે યુવતીને ચાર દિવસથી જમવાનું મળ્યું નથી અને અમાનુષી અત્યાચારના કારણે ઘરેથી ભાગી ગઈ હશે.

જેના કારણે ઇડર પોલીસે યુવતીના ભાઇ સામે ફરિયાદ નોંધી યુવતીને હિમતનગર સખી વન સ્ટોપમાં ખસેડી હતી. જ્યાં મોટો ઘટસ્ફોટ થયો છે. હિમતનગર સખી વન સ્ટોપ સેન્ટરમાં આ યુવતી ત્રીજી વખત અહીં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ પોલીસે યુવતીને નારી સુરક્ષા કેન્દ્ર મોકલવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

ઇડર પોલીસની પૂછપરછમાં યુવતીને તેનો ભાઇ વિપુલભાઇ જયંતિભાઇ વાઘેલા રહે. સુરપુર તા. ઇડર ઘરમાં બાંધી રાખતો અને મારઝૂડ પણ કરતો હતો. શનિવાર યુવતી ઘરેથી ભાગી ગઇ હતી. યુવતીના ભાઇ સામે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.