Western Times News

Gujarati News

શિવસેનાના સંજ્ય રાઉતે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી

નવીદિલ્હી, રાજ્યસભાના સાંસદ અને શિવસેનાના નેતા સંજય રાઉતે દિલ્હીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ સંજય રાઉતે કહ્યું કે તેમણે રાહુલ ગાંધી સાથે મમતા બેનર્જીના યુપીએ નિવેદન સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. સંજય રાઉતે બેઠક દરમિયાન રાહુલ ગાંધીને કહ્યું કે તેઓ વિપક્ષનું નેતૃત્વ કરે.

સંજ્ય રાવતે કહ્યું કે આ બેઠક રાજ્કીય હતી તે સ્વાભાવિક છે,આ બેઠકમાં થયેલી ચર્ચાની વાત મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેને કરશે.,એક વાત ચોક્કસ છે કે વિપક્ષ એકજૂટ હોવો જાેઇએ.

સંજય રાઉતે કહ્યું કે કોંગ્રેસ વગર કોઈ અલગ મોરચો શક્ય નથી. વિપક્ષનું એક જ ગઠબંધન હોવું જાેઈએ, તેના પ્રયાસ થવા જાેઈએ,તેમણે વધુમાં કહ્યું, “રાહુલ જીને કહ્યું કે તમે વિપક્ષનું નેતૃત્વ કરો,અને ચૂંટણી અંગે વાતચીત થઇ હતી.

ટીએમસી અને કોંગ્રેસને સાથે લાવવાનો પ્રયાસ કરવા માટે શરદ પવાર જેવા વરિષ્ઠ નેતાઓ કાફી છે. ” તેમણે કહ્યું કે આવતીકાલે તેઓ પ્રિયંકા ગાંધીને પણ મળશે. સાથે જ તેમણે એ વાત પર ભાર મૂક્યો કે વિપક્ષનો એક જ મોરચો હોવો જાેઈએ. ઘણા મોરચા હોય તો ચાલે નહીં.

હાલમાં જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુંબઈમાં યુપીએ વિશે નિવેદન આપ્યું હતું, જે બાદ સંજય રાઉતે કહ્યું હતું કે કોંગ્રેસ વિના યુપીએની કલ્પના પણ કરી શકાતી નથી. રાઉતના આ નિવેદન બાદ રાહુલ ગાંધી સાથેની તેમની મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.