Western Times News

Gujarati News

ગુજરાતમાં કોરોનાના ૭૦ નવા કેસ નોંધાયા

ગાંધીનગર, ગુજરાતમાં કોરોના ૭૦ નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૬૩ દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૭,૯૩૭ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના કારણે કોરોનાનો રિકવરી રેટ ૯૮.૭૧ ટકાએ પહોંચ્યો છે. બીજી તરફ કોરોના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે રાજ્યમાં સાંજે ૪ વાગ્યા સુધીમાં ૨,૨૧,૭૧૮ રસીના ડોઝ આપવામાં આવી ચુક્યાં છે.

રાજ્યમાં હાલ કુલ ૫૭૭ એક્ટિવ કેસ છે. જે પૈકી ૮ નાગરિકો વેન્ટીલેટર પર છે. ૫૬૯ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૭,૯૩૭ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. ૧૦૧૦૨ નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે વલસાડમાં કોરોનાને કારણે એક નાગરિકનું મોત થયું હતું.

અમદાવાદ કોર્પોરેશનમાં ૧૩, વડોદરા કોર્પોરેશન ૧૧, જામનગર કોર્પોરેશ-સુરત કોર્પોરેશન ૬-૬, રાજકોટ કોર્પોરેશન ૫, જામનગર-રાજકોટ ૪-૪, ગાંધીનગર કોર્પોરેશન-મહેસાણા ૩-૩, આણંદ, ગીરસોમનાથ, પોરબંદર, સુરતમાં ૨-૨, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, નવસારી, સુરેન્દ્રનગર, વડોદરા, વલસાડમાં ૧-૧ કેસ નોંધાયા છે. આ પ્રકારે કુલ ૭૦ કેસ નોંધાયા છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૭ને રસીનો પ્રથમ, ૩૭૯ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરની ૬૫૫૦, ૫૦૯૮૫ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૨૨૬૪૪ નાગરિકોને રસીનો પ્રથમ, ૧૪૧૧૫૩ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૨,૨૧,૭૧૮ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૮,૭૨,૮૪,૭૫૨ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.