Western Times News

Gujarati News

વડાપ્રધાનના કાફલો કઈ રીતે ચાલે છે અને તેની સુરક્ષા વ્યવસ્થા કેવી હોય છે, જાણો છો

(એજન્સી) નવીદિલ્હી, પંજાબના ફિરોઝપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સભા સંબોધન કરવા જવાના હતા. પણ અચાનક જ આ કાર્યક્રમ રદ થતાં તેમનો કાફલો પરત ફરતો હતો ત્યારે પ્રદર્શનકારી કિસાનો બીજી બાજુથી સામે આવી જતાં એક ફલાયઓવર ઉપર વડાપ્રધાનના કાફલા માટેે અગાઉથી રૂટ નક્કી જ હોય છે

અને વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા પણ રાખવામાં આવતી હોય છે. પંજાબમાં બનેલી ઘટના પછી એ જાણવું રસપ્રદ બની રહેશેે કે વડાપ્રધાનના કાફલો કઈ રીતે ચાલે છે અને તેની સુરક્ષા વ્યવસ્થા કેવી હોય છે.

દેશમાં સૌથી મજબુત સુરક્ષા વડાપ્રધાનની હોય છે. આની જવાબદારી સ્પેશ્યલ પ્રોટેકશન ગૃપ (એસપીજી) ઉપર હોય છે. પ્રધાન મંત્રી બુલેટપૃફ-રેન્જ રોવર મર્સિડીઝ અને બીએમડબલ્યુ ૭૬૦ એલઆઈ માં સફર કરે છેે. તાજેતરમાં જ વડાપ્રધાનના કાફલામાં મર્સિડીઝની લિમોઝીન પણ સામેલ થઈ છે. મર્સિડીઝ મેબેક અસ ૬પ૦ ગાર્ડ પણ મોદીના કાફલાનો હિસ્સો છે.

મર્સિડીઝ મેબેક અસ.-૬પ૦ કારમાં વીઆરર૧૦ સ્તરની સુરક્ષા હોય છે. તેની બોડીને વિશેષ ધાતુથી બનાવવામાં આવેલી હોેય છે. જે કોઈ અભેદ કિલ્લા સમાન કાર બની જાય છે. આ કાર ર મીટરના અંતરેથી કરવામાં આવેલા ૧પ કિલો ટીએન્ડ ટી વિસ્ફોટને પણ સહન કરી શકે છે. આ કાર ઉપર પોલીકાર્બાેનેટ કોટીંગ હોય છે. જે કારમાં સવાર લોકોને વિસ્ફોટથી પણ બચાવી શકે છે.

જાે ગેસથી હુમલો કરવામાં આવે તો આ કારની કેબિન ગેસ સામે સેફ ચેમ્બરમાં તબદિલ થઈ જાય છે. બેકઅપ માટે કારમાં ઓક્સિજનની ટાંકી પણ હોયછ ે. આ ઉપરાંત સુરંગો અને બોમ્બને પણ સહી જવા માટે નીચે આર્મર પ્લેટસ હોય છે. પીએમના કાફલામાં તેમની વિશેષ કાર સમાન જ બે ડમી કાર પણ દોડતી હોય છે. સાથોસાથ જામર પણ કાફલાનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો હોય છે. જેના ઉપર અનેક એન્ટેના લાગેલા હોય છે. આ જામરના એન્ટેના સડકની બંન્ને બાજુ૧૦૦ મીટરના અંતર ઉપર રાખેલા વિસ્ફોટકોને ડીફુજ કરવાની ક્ષમતા ધરાવતા હોય છે.

કાફલાની બધી જ કારમાં એનએસજીના નિશાનેબાજ કમાન્ડો પણ તૈનાત હોય છે. જ્યારે પણ વડાપ્રધાન દિલ્હી કે અન્ય કોઈ રાજ્યમાં જાય છે ત્યારે સુરક્ષા ધ્યાને રાખીને સાતેક કલાક પહેલાં જ રૂટ નક્કી કરી લેવામાં આવે છે. તની સાથે વૈકલ્પિક માર્ગ પણ નક્કી હોય છે. જેના ઉપર રિહર્સલ પણ કરવામાં આવે છે.

વડાપ્રધાન નીકળે તેના ૪-પ કલાક પહેલાં બંન્ને બાજુે પ૦ થી ૧૦૦ કી.મીના અંતરે પોલીસ તૈનાત કરાય છે. વડાપ્રધાનના કાફલો નીકળે તેના ૧૦ થી ૧પ મીનિટ પહેલાં રૂટ ઉપરની અવરજવર પણ અટકાવી દેવામાં આવે છે.

પીએેમના કાફલાની આગ દિલ્હી કે સંબંધિત રાજયની પોલીસની ગાડીઓ પણ ચાલે છે. જે રૂટ ક્લિયર કરે છે. સ્થાનિક પોલીસ જે એસપીજી ને રસ્તા ઉપર આગળ વધવાની સુચનાઓ આપતી હોય છે. મુખ્યમાર્ગમાં કોઈ ટેકનિકલ કે અન્ય કોઈ સમસ્યા થાય ત્યારે વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.