Western Times News

Gujarati News

કિંજલ મંગેતર પવન સાથે જેઠાલાલના હીંચકા પર ઝૂલી

મુંબઈ, જાણીતી ગુજરાતી સિંગર કિંજલ દવે પોતાના મંગેતર પવન જાેષી સાથે મુંબઈ ફરવા ગઈ છે. મુંબઈ પ્રવાસ દરમિયાન કિંજલ અને પવને પોપ્યુલર ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટની મુલાકાત લીધી હતી. શોના સેટ પર જેઠાલાલ એટલે કે એક્ટર દિલીપ જાેષીને મળીને કિંજલ અને પવન ખૂબ ખુશ થયા હતા. પવને દિલીપ જાેષી સાથેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં લખ્યું, આખરે મારા સૌથી મનપસંદ એક્ટર અને કોમેડીના કિંગ દિલીપ જાેષી સર સાથે મુલાકાત કરવાની તક મળી.

તમને મળીને ખૂબ આનંદ થયો સર. પવન જાેષીએ શેર કરેલી તસવીરો તે અને કિંજલ ગડા હાઉસમાં પણ જાેવા મળે છે. બાપુજી અને જેઠાલાલના મનપંસદ હીંચકા પર બેસીને કિંજલ અને પવને ફોટો પડાવ્યો હતો. આ સિવાય સેટ પરની બીજી એક તસવીર છે જેમાં ભઈલુનો રોલ કરતો એક્ટર જતીન બજાજ અને જાણીતા ગુજરાતી ગાયક કલાકાર પાર્થિવ ગોહિલ નજરે પડે છે.

આ સિવાય કિંજલ દવેએ પણ એક્ટર દિલીપ જાેષી સાથે ફોટો પડાવ્યો હતો. દિલીપ જાેષી આ દરમિયાન જેઠાલાલના ગેટઅપમાં જાેવા મળ્યા હતા. પવન જાેષીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અંજલીભાભીનો રોલ કરતી એક્ટ્રેસ સુનૈના ફોજદાર સાથેની તસવીર પણ શેર કરી છે. સુનૈના પણ અંજલીના ગેટઅપમાં જાેવા મળી રહી છે. સુનૈના અને પવનની સાથે એક્ટર વિશાલ જેઠવા જાેવા મળી રહ્યો છે.

તેણે પણ આ બંને સાથે ‘તારક મહેતા ના સેટની મુલાકાત લીધી હતી. છેલ્લા ૧૩ વર્ષથી તારક મહેતા સીરિયલ દર્શકોનું મનોરંજન કરી રહી છે ત્યારે તેના ફેન્સ દુનિયાભરમાં છે. સામાન્ય માણસની સાથે સેલેબ્સ પણ આ શોના કલાકારોના ફેન્સ છે.

ત્યારે કિંજલ અને પવન જાેષી માટે ચોક્કસથી સેટ પર પહોંચીને વર્ષોથી જે કલાકારોને ટીવી સ્ક્રીન પર જાેતાં આવ્યા છે તેમને મળવાનો આનંદ અનેરો રહ્યો હશે. કિંજલ અને પવનની વાત કરીએ તો, ૨૦૧૮માં તેમની સગાઈ થઈ હતી. તેમની સગાઈને ત્રણ વર્ષ થતાં તેમણે થોડા મહિના પહેલા સેલિબ્રેશન પણ કર્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.