Western Times News

Gujarati News

ગુજરાતમાં ૧,૩૯૨ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની જરૂર

પ્રતિકાત્મક

સરકારી હોસ્પિટલોમાં સુપર સ્પેશિયાલિસ્ટની ૯૯% અછત

(એજન્સી) અમદાવાદ, ગુજરાત સહિત દેશમાં સરકારી હોસ્પિટલોમાં સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની મોટી ઘટ છે. જેમાં સરકારી હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની ૯૯% જેટલી અછત હોવાનું સામે આવ્યું છે. સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની ઘટમાં દેશમાં મિઝોરમ સૌથી મોખરે છે અને મિઝોરમમાં ૧૦૦% સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની ઘટ છે. પણ શુ તમે જાણો છો આ લિસ્ટમાં ગુજરાત કયા સ્થાને છે.

ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ૧,૩૯૨ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની જરૂર છે અને હાલ ગુજરાતમાં ૧,૩૭૯ સુપર સ્પેશિયાવિસ્ટ તબીબોની ઘટ છે. એટલે કે ૯૯ ટકા ઘટ હોવાનું જાણવા મળે છે. રાજ્ય સરકારોના આંકડાકીય ડેટાને ધ્યાનમાં લેતાં ગુજરાતમાં સર્જન, પીડિયાટ્રિશિયન, ઓબ્સેટેરિયન, ગાયનેકોલોજિસ્ટ તેમજ અન્ય નિષ્ણાંત તબીબો સહિત સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સંખ્યામાં ૯૯ ટકા અછત હોવાનું જાણવા મળ્યું છે.

સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોના સંદર્ભમાં ગુજરાતની સરખામણીએ મહારાષ્ટ્રમાં ૬૪ ટકા, મધ્ય પ્રદેશમાં ૯૬ ટકા, રાજસ્થાનમાં ૮૦ ટકા, ઉત્તર પ્રદેશમાં ૭૧ ટકા, પશ્ચિમ બંગાળમાં ૫૪ ટકા અને બિહારમાં ૪૬ ટકાની ઘટ જાેવા મળે છે.

ગુજરાતમાં સર્જનો, પીડિયાટ્રિશિયન, ઓબ્સ્ટેરિયન ગાયનેકોલોજિસ્ટ તેમજ અન્ય નિષ્ણાંત તબીબો સહિત ૧,૩૯૨ સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની જરૂર છે અને તેની સામે ફક્ત ૨૬૮ પોસ્ટ- જગ્યા માટે મંજૂરી અપાઈ છે, પરંતુ ફક્ત ૧૩ સુપર સ્પેશિયાલિસ્ટની જગ્યા જ ભરાઇ છે.

નેશનલ મેડિકલ કાઉન્સિલે ખાનગી મેડિકલ કોલેજાે અને ડિમ્ડ યુનિવર્સિટીઓની ૫૦% મેડિકલ બેઠકો માટે ફીના નિયમો નક્કી કરી દીધા છે. હવે ખાનગી મેડિકલ કોલેજ ૫૦% બેઠકો પર પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ પાસેથી મનફાવે તેમ કેપિટેશન ફી વસૂલી નહીં શકે.

આ બેઠકો માટે વિદ્યાર્થીઓએ રાજ્યની સરકારી મેડિકલ કોલેજાે માટે નક્કી કરેલી ફી જ ભરવાની રહેશે. NMCના આદેશ પ્રમાણે, જે કોલેજાેમાં સરકારી ક્વૉટાની ૫૦% બેઠક નક્કી છે, ત્યાં ફીનું નવું માળખું પહેલા એ વિદ્યાર્થીઓને અપાશે, જે સરકારી ક્વૉટામાં પ્રવેશ લેશે.

આ ઉપરાંત જે કોલેજમાં સરકારી ક્વૉટાની બેઠકો ૫૦%થી ઓછી છે, ત્યાં નક્કી સરકારી ક્વૉટા અને ૫૦% બેઠકોના અંતરની બેઠકો પર વિદ્યાર્થીઓને મેરિટ પ્રમાણે સરકારી ફીનો લાભ અપાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.