Western Times News

Gujarati News

સુહાના ઝોયા અખ્તરની ઓફિસની બહાર જોવા મળી

મુંબઈ, બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનની લોકપ્રિયતા કોઈ અભિનેત્રીથી ઓછી નથી. સોશિયલ મીડિયા પર તેની મજબૂત ફેન ફોલોઈંગ છે.

સુહાના છેલ્લા ઘણા દિવસોથી તેના બોલિવૂડ ડેબ્યુને લઈને ચર્ચામાં છે. હવે સુહાનાની કેટલીક તસવીરો સામે આવી છે, જેના કારણે તેના બોલિવૂડમાં આવવાની ચર્ચા ફરી એકવાર તેજ થઈ ગઈ છે. વાસ્તવમાં, સુહાના ખાન શુક્રવારે રાત્રે ફિલ્મમેકર ઝોયા અખ્તરની ઓફિસની બહાર જાેવા મળી હતી, જેની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

આ દરમિયાન સુહાના ખાને પોતાની ડ્રેસિંગ સ્ટાઈલથી ફેન્સને દિવાના બનાવી દીધા હતા. વ્હાઈટ ટેન્ક ટોપ અને કાર્ગો પેન્ટમાં સુહાના ખાન ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. છેલ્લા ઘણા દિવસોથી એવા અહેવાલો મળી રહ્યા છે કે સુહાના ખાન ઝોયા અખ્તરની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરશે.

હવે આ તસવીરો વાયરલ થતાં ફરી એકવાર આ સમાચારને હવા મળી ગઈ છે. સુહાનાના ફેન્સ તેની ડેબ્યુ ફિલ્મની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. જાે કે હજુ સુધી આ ફિલ્મને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, સુહાના ખાન ઝોયા અખ્તરની ફિલ્મથી બોલિવૂડમાં તેની કારકિર્દીની શરૂઆત કરશે, જે છષ્ઠિરૈી કોમિક્સ પરથી લેવામાં આવી છે.

રિપોર્ટ્‌સમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા પણ આ ફિલ્મમાં જાેવા મળશે. ઉલ્લેખનીય છે કે, સુહાના ખાન પણ પિતા શાહરૂખ ખાનની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવવા માંગે છે. આ પહેલા તેણીએ શોર્ટ ફિલ્મ ‘ધ ગ્રેટ પાર્ટ ઓફ બ્લુ’માં પોતાની એક્ટિંગ કૌશલ્ય બતાવ્યું છે, જેની ખૂબ ચર્ચા થઈ હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.