Western Times News

Gujarati News

સુરક્ષામાં ચૂક પર ટિપ્પણ કરવાનો મોદીનો ઈનકાર

ચંદીગઢ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએબુધવારના રોજ ન્યુઝ એજન્સી એએનઆઈને એક ઈન્ટર્વ્યુ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઈન્ટર્વ્યુ દરમિયાન અનેક મુદ્દાઓ પર વાતચીત કરી હતી. પરંતુ જ્યારે તેમને પંજાબના ફિરોઝપુર જતી વખતે થયેલી સુરક્ષા ચૂકબાબતે પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે કોઈ પ્રકારની ટિપ્પણી કરવાની ના પાડી દીધી હતી. આ મુદ્દા પર તેમણે મૌન સેવ્યું અને તેની પાછળનું કારણ પણ જણાવ્યુ હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમના કાફલાએ ૨૦ મિનિટ સુધી રાહ જાેવી પડી, સુરક્ષામાં ચૂક થઈ ગઈ, તો આની પાછળ કોઈ રાજકીય કારણ જવાબદાર હોઈ શકે? નરેન્દ્ર મોદીએ આના જવાબમાં કહ્યું કે, મેં આ મુદ્દા પર મૌન સેવી રાખ્યું છે. સુપ્રીમ કોર્ટ આ કેસને ગંભીરતાથી જાેઈ રહી છે. આ મુદ્દા પર જાે હું કોઈ પણ નિવેદન આપીશ તો તે તપાસને પ્રભાવિત કરી શકે છે અને આ વાત યોગ્ય નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યાયતંત્ર પર વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, જે કંઈ પણ હશે, સુપ્રીમ કોર્ટની કમિટી સત્યને દેશની સામે લાવશે. આપણે ત્યાં સુધી રાહ જાેવી જાેઈએ. તમને જણાવી દઈએ કે છ ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટ તરફથી રચવામાં આવેલી પાંચ સભ્યોની સમિતિ કેસની તપાસ માટે ફિરોઝપુર પહોંચી હતી અને ઘટનાસ્થળની પણ મુલાકાત લીધી હતી. સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂકની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ ઈન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં એક સમિતિ તૈયાર કરી છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક પછી કેન્દ્ર અને પંજાબ સરકારે અલગ અલગ તપાસ શરુ કરી હતી. પંજાબના નિવૃત્ત જસ્ટિસ મેહતાબ સિંહ ગિલ અને ગૃહ સચિવ અનુરાગ વર્માએ કમિટી બનાવી હતી. કેન્દ્રએ ઈન્ટેલિજન્સ બ્યૂરો અને એસપીજી અધિકારીઓ સાથે સુરક્ષા સચિવની અધ્યક્ષતામાં એક તપાસ સમિતિની રચના કરી હતી.

વાત જ્યારે સુપ્રીમ કોર્ટ પાસે પહોંચી તો કોર્ટે બન્ને સમિતિઓને રદ્દ કરી હતી. નોંધનીય છે કે પંજાબમાં વિધાનસભાની બધી ૧૧૭ બેઠકો પર એક જ તબક્કામાં ૨૦ ફેબ્રુઆરીએ મતદાન છે. કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્ની અને આમ આદમી પાર્ટીએ ભગવંત માનને પોતાના સીએમ કેન્ડિડેટ જાહેર કર્યા છે.

શિરોમણી અકાલી દળના સંરક્ષણ પ્રકાશ સિંહ બાદલ ૯૪ વર્ષની ઉંમરમાં પોતાની છેલ્લી ચૂંટણી લંબી બેઠક પરથી લડી રહ્યા છે. તો, અમૃતસર ઈસ્ટ સીટ પર નવજાેત સિંહ સિદ્ધુ અને વિક્રમ સિંહ મજેઠિયાની વચ્ચે ટક્કર છે. રાજ્યમાં વોટોની ગણતરી ૧૦ માર્ચે થશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.